પીવી સિંધુ આર્કટિક ઓપન બેડમિન્ટનમાંથી બહાર: ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ખેલાડીએ હરાવી, મેન્સ ડબલ્સ જોડી પણ બહાર

પીવી સિંધુ આર્કટિક ઓપન બેડમિન્ટનમાંથી બહાર:ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ખેલાડીએ હરાવી, મેન્સ ડબલ્સ જોડી પણ બહાર
Email :

ભારતની પીવી સિંધુ શુક્રવારે ફિનલેન્ડના વાન્તામાં આયોજિત આર્કટિક ઓપન સુપર 500 ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ. 2 વખતની ઓલિમ્પિક્સ મેડલ વિજેતા સિંધુને ટોચની સીડ અને વિશ્વની નંબર-5 ખેલાડી રત્ચાનોક ઇંતાનોએ 21-11, 19-21, 21-18થી હરાવી. મુકાબલો એક કલાક અને બે મિનિટ સુધી ચાલ્યો. છઠ્ઠો સીડ ધરાવતી સિંધુએ જાપાનની રિકો ગુંજીને હરાવીને ક્વાર્ટર

ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બાદમાં મેન્સ ડબલ્સમાં કૃષ્ણ પ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રૉયની જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ. સિંધુ-ઇંતાનો મુકાબલો ત્રીજી ગેમ સુધી ચાલ્યો ઇન્ડોનેશિયાની રત્ચાનોક ઇંતાનોનએ પ્રથમ ગેમ 21-11થી જીતી હતી. સિંધુએ બીજી ગેમમાં વાપસી કરતાં 21-19થી જીત નોંધાવી હતી. ઇંતાનોનએ નિર્ણાયક ગેમ 21-18થી પોતાના નામે કરી હતી. આ જીત

સાથે સિંધુ સામે તેમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 10-4નો થઈ ગયો છે. મેન્સ ડબલ્સ જોડી પણ હારી દિવસની બાદની મેચમાં કૃષ્ણ પ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની જોડીને ડેનમાર્કના ક્રિશ્ચિયન ફૉસ્ટ ક્યેર અને રાસમસ ક્યેરે હરાવી હતી. ડેનમાર્કની જોડીએ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો 21-13, 21-14થી જીત્યો હતો. આ સાથે ભારતીય જોડી પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

Leave a Reply

Related Post