અદાણી 3 વર્ષ બાદ ફરી દેશના સૌથી અમીર: સંપત્તિ ₹10.85 લાખ કરોડ થઈ, અંબાણીને પાછળ છોડ્યા; લક્ષ્મી મિત્તલ 12થી નંબર-4 પર

અદાણી 3 વર્ષ બાદ ફરી દેશના સૌથી અમીર:સંપત્તિ ₹10.85 લાખ કરોડ થઈ, અંબાણીને પાછળ છોડ્યા; લક્ષ્મી મિત્તલ 12થી નંબર-4 પર
Email :

ફોર્બ્સની 2026ની ભારતના 100 સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રણ વર્ષ બાદ ફરી નંબર-1 પર પહોંચી ગયા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ ₹10.85 લાખ કરોડ (11,270 કરોડ ડૉલર) આંકવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિ ₹1.99 લાખ કરોડ (2,070 કરોડ ડૉલર) વધી છે. ડૉલરના હિસાબે તેઓ આ વર્ષે યાદીમાં સૌથી વધુ સંપત્તિ વધારનારા ઉદ્યોગપતિ પણ રહ્યા. જોકે તેમની સંપત્તિ

હજુ પણ 2022ના ₹14.43 લાખ કરોડ (15,000 કરોડ ડૉલર)ના શિખરથી નીચે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા સ્થાને સરકી ગયા છે. તેમની સંપત્તિ ₹1.80 લાખ કરોડ ઘટીને ₹8.3 લાખ કરોડ રહી ગઈ છે. ફોર્બ્સ અનુસાર, વિવિધ વ્યવસાયોમાં માર્જિન પર પડેલા દબાણની અસર રિલાયન્સના શેરો પર પડી છે. ચાર નવા નામ, અનિલ અગ્રવાલની વાપસી આ વર્ષે યાદીમાં 4 નવા નામ સામેલ થયા છે. તેમાં ઈન્ડો-એમઆઈએમના કૃષ્ણા ચિવુકુલા,

અપાર ઈન્ડસ્ટ્રીઝના કુશલ અને ચૈતન્ય દેસાઈ, આદિત્ય ઈન્ફોટેકના આદિત્ય ખેમકા અને બાલાજી વેફર્સના વિરાણી બંધુઓનો સમાવેશ થાય છે. કુશલ અને ચૈતન્યની સંપત્તિ ₹40,898 કરોડ રૂપિયા છે, જ્યારે આદિત્ય ખેમકાની પારિવારિક સંપત્તિ ₹34,643 કરોડ છે. આ વર્ષે રૂપિયો 8.5% અને શેરબજાર 9.5% ઘટ્યું. તેમ છતાં 100 સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ આશરે ₹96.23 લાખ કરોડ પર જળવાઈ રહી. તેમાં અદાણીનો હિસ્સો આશરે 11.3% અને અંબાણીનો આશરે 8.6% છે.

Leave a Reply

Related Post