આજે ગાંધી જયંતિ પર શેરબજાર બંધ: NSE-BSE પર ટ્રેડિંગ નહીં થાય; સતત 8મા અઠવાડિયે બજાર ગગડ્યું, મંદીની નજીક સેન્સેક્સ-નિફ્ટી

આજે ગાંધી જયંતિ પર શેરબજાર બંધ:NSE-BSE પર ટ્રેડિંગ નહીં થાય; સતત 8મા અઠવાડિયે બજાર ગગડ્યું, મંદીની નજીક સેન્સેક્સ-નિફ્ટી
Email :

ગાંધી જયંતીના અવસરે શુક્રવાર, 2 ઓક્ટોબરે આજે ભારતીય શેરબજાર બંધ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ટ્રેડિંગ નહીં થાય. આ રજાને કારણે રોકાણકારો આજે બંને મુખ્ય એક્સચેન્જો પર શેરોની ખરીદી-વેચાણ કરી શકશે નહીં. આ ઉપરાંત ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પણ કોઈ કામકાજ નહીં થાય. MCXમાં પણ કામકાજ નહીં થાય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પણ ગાંધી જયંતીના અવસરે બંધ

રહેશે. MCXમાં સવારે અને સાંજે બંને સેશનમાં ટ્રેડિંગ નહીં થાય. બજાર સતત 8મા અઠવાડિયે ગગડ્યું, નિફ્ટી-સેન્સેક્સ મંદીની નજીક એક દિવસ પહેલાં ગુરુવારે શેર બજાર સતત 8મા અઠવાડિયે લાલ નિશાનમાં બંધ થયું છે. 1 ઑક્ટોબરે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 570 અંક અથવા 0.79% ઘટીને 71,910 પર બંધ થયો. નિફ્ટીમાં 198 અંક અથવા 0.88%નો ઘટાડો નોંધાયો અને તે 22,422 પર આવી ગયો. ઑટો

અને મીડિયા શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. 25 વર્ષમાં ઘટાડાનો સૌથી લાંબો સમયગાળો આ સતત 8મું અઠવાડિયું છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. છેલ્લા 25 વર્ષમાં ઘટાડાનો આ સૌથી લાંબો સમયગાળો છે. આ પહેલાં વર્ષ 2001માં બજારમાં સતત 9 અઠવાડિયા સુધી ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરીમાં તેના 26,373ના ઑલ-ટાઇમ હાઈ સ્તરથી નિફ્ટી અત્યાર સુધીમાં આશરે 15% નીચે આવી ગયો છે. શેર

બજારના નિયમો અનુસાર, જો બજાર તેના ઉચ્ચતમ સ્તરથી 20% સુધી ઘટી જાય, તો તેને સત્તાવાર રીતે ‘બેર માર્કેટ’ માનવામાં આવે છે. શેરબજારમાં ઘટાડાનાં 3 મુખ્ય કારણો 1. વિદેશી રોકાણકારોની વેચવાલી: વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી ઝડપથી નાણાં પાછાં ખેંચ્યાં છે. માત્ર મંગળવાર અને બુધવારે જ 20 હજાર કરોડ રૂપિયાથી વધુના શેર વેચવામાં આવ્યા, જેના કારણે આ અઠવાડિયે બુધવાર સુધીમાં કુલ વેચવાલી આશરે 26

હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 29 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. 2. અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઉછાળો: 10 વર્ષના અમેરિકન સરકારી બોન્ડ પર મળતું વ્યાજ (યીલ્ડ) વધીને 5.33% અને 30 વર્ષના બોન્ડ પર 5.67% થઈ ગયું છે. આ 2002 પછીનું સૌથી ઊંચું સ્તર છે. સુરક્ષિત સરકારી બોન્ડ પર વધુ

વળતર મળવાને કારણે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી નાણાં પાછાં ખેંચીને બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે શેરોમાં ઘટાડો વધ્યો છે. 3. રૂપિયામાં ઘટાડો: ડૉલર મજબૂત થતાં ભારતીય રૂપિયો નબળો પડ્યો છે. પ્રતિ ડૉલર રૂપિયો ઘટીને 95.98ના સ્તરે આવી ગયો. જોકે સરકારી બેંકો દ્વારા ડૉલરની વેચાણ કરીને રૂપિયાને ટેકો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ચલણ નબળું પડવાની સીધી નકારાત્મક અસર શેરબજાર પર પડી.

Leave a Reply

Related Post