રાજ્યના તાપમાનમાં એક ઝાટકે 2.4°Cનો ઉછાળો: આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત્, ઓક્ટોબરમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે

રાજ્યના તાપમાનમાં એક ઝાટકે 2.4°Cનો ઉછાળો:આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત્, ઓક્ટોબરમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે
Email :

રાજ્યમાં ચોમાસાની વિદાયની વચ્ચે હવે ગરમીનો પારો ઉચકાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ વાતાવરણ મોટાભાગે સૂકું રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સક્રિય હવામાન સિસ્ટમ નથી, જેથી નોંધપાત્ર વરસાદની શક્યતા પણ નથી. અમદાવાદમાં આજે મહત્તમ

તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. શહેરમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન તાપમાન વધતા ફરી ગરમીનો અનુભવ થઈ શકે છે, જ્યારે આગામી દિવસોમાં પણ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. સુરેન્દ્રનગરને પાછળ છોડી કંડલા એરપોર્ટ સૌથી ગરમ રાજ્યના મોટાભાગના મુખ્ય શહેરોમાં ગરમીનું પ્રમાણ

વધી રહ્યું છે. 30 સપ્ટેમ્બરે 35.8°C તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર હતું, પરંતુ 1 ઓક્ટોબરે કંડલા એરપોર્ટમાં તાપમાનમાં 2.4°Cનો મોટો ઉછાળો આવતા તે 37.8°C સાથે સૌથી ગરમ સ્થળ બન્યું હતું. આ ઉપરાંત ભૂજ, ડીસા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન વધીને 37.2°Cએ પહોંચ્યું હતું. અમદાવાદ (36°C) અને ગાંધીનગર (35.4°C) જેવા મધ્ય

ગુજરાતના વિસ્તારો તેમજ દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારમાં પણ બીજા દિવસે તાપમાનમાં 1.2°Cથી 2.0°C સુધીનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, ઓખા (31.2°C) અને દ્વારકા (30.6°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન સરેરાશ નીચું અને સ્થિર રહ્યું હતું, જેમાં ઓખામાં બંને દિવસે તાપમાન એકસમાન જળવાઈ રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.

રાજ્યમાં 11 ટકા વરસાદની ઘટ રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં અત્યારસુધી સરેરાશ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતાં હવે વરસાદની શક્યતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવામાન ધીમે ધીમે સૂકું બનવાની દિશામાં છે. ઓક્ટોબરમાં ગરમી સામાન્યથી

વધુ રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, હાલમાં અલ-નીનોની સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય છે. તેની અસર વર્ષના અંત સુધી જોવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. એટલે કે, ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો અનુભવ સામાન્ય કરતાં વધુ થઈ શકે છે.

Leave a Reply

Related Post