હાર્દિક પંડ્યાએ ગુજરાતી ફિલ્મ જોઈ: 'મિત્રતા' પર થયો ઓળઘોળ; એક્ટર વિરાજ ઘેલાણીને કહ્યુંઃ ડાર્લિંગ, તારી મૂવી જોઈ, બહુ મસ્ત બનાવી છે

હાર્દિક પંડ્યાએ ગુજરાતી ફિલ્મ જોઈ:'મિત્રતા' પર થયો ઓળઘોળ; એક્ટર વિરાજ ઘેલાણીને કહ્યુંઃ ડાર્લિંગ, તારી મૂવી જોઈ, બહુ મસ્ત બનાવી છે
Email :

હાલમાં જ એક્ટર ને ડિજિટલ ક્રિએટર વિરાજ ઘેલાણીએ સો.મીડિયામાં હાર્દિક પંડ્યાની વોઇસ ક્લિપ શૅર કરી હતી. આ ક્લિપમાં હાર્દિક પંડ્યા ગુજરાતી ફિલ્મ 'મિત્રતા' અંગે વાત કરી રહ્યો છે. 'મિત્રતા' ફિલ્મ 25 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. હાર્દિક પંડ્યા શું કહે છે? વિરાજ ઘેલાણીએ શૅર કરેલી વોઇસ ક્લિપમાં હાર્દિક પંડ્યા ગુજરાતીમાં વાત કરતા કહે છે, ‘’ડાર્લિંગ તારી મૂવી જોઈ. બહુ મસ્ત બનાવી છે તમે લોકોએ. બહુ ક્યૂટ, બહુ સરસ. વેરી વેલડન ઓન યુ, વેરી

વેલડન ટુ એવરીવન, બહુ મજા આવી. હસાવ્યા, રડાવ્યા, લોટ્સ ઑફ લવ…'' નોંધનીય છે કે હાલમાં હાર્દિક પંડ્યા ઇન્જરીને કારણે ટીમમાં સામેલ નથી. તે ડૉક્ટર્સના કહ્યા પ્રમાણે આરામ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે 'મિત્રતાઃ ફ્રેન્ડશિપની લવ સ્ટોરી' ફિલ્મ જોઈ હતી. ફિલ્મ મિત્રતાની વાત કરીએ તો આ ફિલ્મ ત્રણ પાક્કા ભાઇબંધો મોક્ષ, વેદ તથા અભિનની આસપાસ ફરે છે. ફિલ્મમાં કોલેજકાળની મસ્તીથી લઈને જીવનમાં આવતા ચઢાવ-ઉતારમાં મિત્રો કઈ હદે સાથ આપે છે તે

બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં વિરાજ ઘેલાણી (અભિન), દીપ વૈદ્ય (મોક્ષ), વિશાલ પારેખ (વેદ) અને વિશ્વા (જીયા) જોશી લીડ રોલમાં જોવા મળ્યા છે. ફિલ્મને ઓનીલ કાર્ણિકે ડિરેક્ટ કરી છે, જ્યારે પાર્થિવ ગોહિલ-માનસી પારેખ, જશ વોરાએ પ્રોડ્યુસ કરી છે ને રાઇટર ભાવિક પંડ્યા છે. ફિલ્મમાં સંગીત પાર્થિવ કે. શાહે આપ્યું છે. ફિલ્મનું 'મિત્રતા એન્થમ' સોંગ ઘણું જ પોપ્યુલર થયું છે. આ ગીત અમિત ત્રિવેદીએ ગાયું છે, જ્યારે ગીતકાર જૉય મહેતા તથા દિવ્યેશ મુંગરા છે.

Leave a Reply

Related Post