ટૂંકા વાળ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્વેગ!: રજનીકાંતની 'જેલર-2'માં વિદ્યા બાલનનો રહસ્યમય અવતાર, ટ્રેલરમાં હૃતિક રોશનના લુક પર સસ્પેન્સ યથાવત

ટૂંકા વાળ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્વેગ!:રજનીકાંતની 'જેલર-2'માં વિદ્યા બાલનનો રહસ્યમય અવતાર, ટ્રેલરમાં હૃતિક રોશનના લુક પર સસ્પેન્સ યથાવત
Email :

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ 'જેલર-2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રજનીકાંતના સિગ્નેચર સ્વેગ, દમદાર અંદાજ અને જબરદસ્ત એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં વિદ્યા બાલન, જેકી શ્રોફ સહિતના બોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે. જોકે, આ તમામ વચ્ચે હૃતિક રોશનના લુક અને કેરેક્ટર અંગે ટ્રેલરમાં સસ્પેન્સ જાળવવામાં આવ્યું છે. જેલર 'ટાઇગર' મુથુવેલ પાંડિયનનું કમબેક રજનીકાંતની 'જેલર-2' ફિલ્મનું ટ્રેલર એક સસ્પેન્સથી શરૂ થાય છે. કેટલાક લોકો એવા વ્યક્તિની શોધમાં છે, જે તેમના માણસોને મારી રહ્યો છે. મજેદાર

વાત એ છે કે, કોઈપણ વ્યક્તિ તે શખ્સનું નામ કે ચહેરો ઓળખતી નથી. આ શોધખોળ દરમિયાન એન્ટ્રી થાય છે રિટાયર્ડ IPS જેલર 'ટાઇગર' મુથુવેલ પાંડિયનની. 3-4 વિલન સાથે ટકરાશે રજનીકાંત મુથુવેલ પાંડિયન એક અંડરકવર પોલીસ અધિકારી છે. તેણે વર્મનની હત્યા કરી હતી. જોકે, તેને જાણ નથી કે, જે વર્મનને તેણે મારી નાખ્યો છે, તેની સાથે બીજા ખતરનાક લોકો સામેલ છે. વર્મનની હત્યાનો બદલો લેવા માટે હવે તે મુથુવેલને શોધી રહ્યા છે. આ વખતે જેલર ટાઇગરનો

સામનો એક નહીં પરંતુ 3-4 ખૂંખાર વિલન સાથે થશે. વિદ્યા બાલનનો શાનદાર અવતાર ટ્રેલરમાં રજનીકાંત પછી સૌથી વધુ ધ્યાન વિદ્યા બાલને ખેંચ્યું છે. વિદ્યા બોલ્ડ અને અસરદાર લુકમાં જોવા મળી રહી છે. નાના વાળ, ડાર્ક સ્ટાઇલેશન અને દમદાર સ્ક્રીન પ્રેઝન્સ ધરાવતું તેનું પાત્ર કાંતા દર્શકોને આકર્ષે છે. વિદ્યા બાલન અને રજનીકાંતને એક ફ્રેમમાં જોવા રોમાંચક અનુભવ છે. નોંધનીય છે કે, બંને નેશનલ અવોર્ડ વિનર કલાકારો પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. એક તરફ વિદ્યાની રહસ્યમય હાજરી

ફિલ્મમાં નવું લેયર ઉમેરી રહી છે, તો બીજી તરફ રજનીકાંત સાથેની તેની કેમેસ્ટ્રી બંનેના પાત્રો વચ્ચેના સંબંધ અંગે ઉત્સુકતા ઊભી કરી રહી છે. હૃતિક રોશનનો લુક છુપાવ્યો ફિલ્મમાં વિદ્યા અને રજનીકાંત ઉપરાંત મિથુન ચક્રવર્તી, એસ.જે. સૂર્યા, જેકી શ્રોફ, શિવા રાજકુમાર, મોહનલાલ અને હૃતિક રોશન મહત્ત્વના પાત્રોમાં છે. આ તમામની ઝલક ટ્રેલરમાં જોવા મળે છે, પરંતુ હૃતિકના લુકને છુપાવીને રાખવામાં આવ્યો છે. નેલ્સન દીલિપકુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થશે. સુપરહીટ 'જેલર'ની સિક્વલ છે

આ ફિલ્મ આ ફિલ્મ 2023ની બ્લોકબસ્ટર 'જેલર'ની સિક્વલ છે. તેમાં રમ્યા કૃષ્ણન, યોગી બાબુ અને મિર્ના તેમના જૂના પાત્રોમાં પાછા ફરશે. પહેલી ફિલ્મમાં મોહનલાલ, શિવરાજકુમાર અને જેકી શ્રોફે કેમિયો કર્યો હતો. વિનાયકન, વસંત રવિ, તમન્ના ભાટિયા અને સુનીલ પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. સેકનિલ્ક (ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ) અનુસાર, લગભગ ₹200 કરોડના બજેટમાં બનેલી 'જેલર'એ દુનિયાભરમાં ₹604.5 કરોડની કમાણી કરી હતી. સેટ પર કરંટ લાગતા 28 વર્ષીય કર્મચારીનું મોત નિપજ્યું હતું 5 મહિના પહેલાં 'જેલર 2'ના

સેટ પર કરંટ લાગવાથી એક કર્મચારીનું મોત થયું હતું. આ દુર્ઘટના ચેન્નઈના ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) પર પનૈયૂર સ્થિત આદિત્યરામ ફિલ્મ સિટીના એક સેટ પર થઈ. PTI (ન્યૂઝ એજન્સી)ના રિપોર્ટ મુજબ, મૃતકની ઓળખ 28 વર્ષીય કાર્તિકેયન તરીકે થઈ હતી. મળેલી માહિતી મુજબ, કાર્તિકેયન ફિલ્મના શૂટિંગ માટે ઘર જેવો સેટ તૈયાર કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેને જોરદાર કરંટ લાગ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. પોલીસના જણાવ્યા મુજબ, કાર્તિકેયન આર્ટ ડિરેક્શન સંબંધિત કામમાં લાગેલા હતા.

Leave a Reply

Related Post