કરીનાનો બિકીની લુક, શર્ટલેસ થયો સૈફ!: તૈમૂર-જેહ ફિશિંગ કરતાં દેખાયા, જુઓ ગ્રીસના દરિયે મોજ માણતા પટૌડી પરિવારના PHOTOs

કરીનાનો બિકીની લુક, શર્ટલેસ થયો સૈફ!:તૈમૂર-જેહ ફિશિંગ કરતાં દેખાયા, જુઓ ગ્રીસના દરિયે મોજ માણતા પટૌડી પરિવારના PHOTOs
Email :

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાને જ્યારથી ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે, ત્યારથી તેમની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ સૈફે પત્ની કરીના કપૂર ખાન અને બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે ગ્રીસના સુંદર દરિયાકિનારે માણેલા વેકેશનની ખાસ તસવીરો શેર કરી છે યલો બિકીની અને ગ્રીન મોનોકિનીમાં કરીનાનો

ગ્લેમરસ અંદાજ સૈફની આ વેકેશન પોસ્ટમાં કરીના કપૂરનો બોલ્ડ બિકીની લુક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. એક તસવીરમાં કરીના યલો કલરની બિકીની પહેરીને એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી હતી. ખુલ્લા વાળમાં બેબોનો ટશન અને સ્ટાઇલ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. અન્ય એક તસવીરમાં કરીના ગ્રીન કલરની મોનોકિનીમાં ગ્લેમરનો તડકો

લગાવતી જોવા મળી. શર્ટલેસ અવતારમાં નવાબ સૈફ અને કપલનો રોમેન્ટિક અંદાજ બીજી તરફ, 56 વર્ષીય સૈફ અલી ખાને પણ પોતાની ફિટનેસથી સૌને ચોંકાવી દીધા છે. શર્ટલેસ લુકમાં સેલ્ફી લેતા સૈફનો અંદાજ એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ઉપરાંત, વેકેશનની એક ખાસ તસવીરમાં સૈફ અને કરીના એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા. લગ્નના આટલા

વર્ષો બાદ પણ આ કપલ વચ્ચેની કેમેસ્ટ્રી અને રોમાન્સ કોઈ ન્યૂલીવેડેડ કપલ જેવો જ લાગે છે. તૈમૂર અને જેહની મસ્તી: દરિયાકિનારે ફિશિંગ કરતાં દેખાયા આ વેકેશનની સૌથી ક્યૂટ ઝલક પટૌડી પરિવારના બંને લાડલા દીકરાઓ તૈમૂર અને જેહની રહી. એક તસવીરમાં, તૈમૂર અને જેહ દરિયાકિનારે ફિશિંગ રોડ લઈને માછલી પકડતા જોવા મળ્યાં.

ઉપરાંત, તૈમૂરની ભૂરી આંખોવાળી એક તસવીર પરથી લોકોની નજર હટતી નથી, તે હવે મોટો થઈ ગયો છે તેનું આ ટ્રાન્સફોર્મેશન જોઈ લોકો ચોંકી ગયા ફિલ્મોના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પટૌડી પરિવારનો આ રિલેક્સિંગ અને રોમેન્ટિક વેકેશન અંદાજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે, અને ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી

રહ્યા છે. બોલિવૂડમાં પટૌડી પરિવાર પોતાના વેકેશન ગોલ્સ માટે જાણીતો છે. દિવાળી હોય કે ક્રિસમસ, આ ખાસ તહેવારોની રજાઓમાં તેમની ટ્રીપ લગભગ નક્કી જ હોય છે. દર વર્ષે પરિવાર સાથે આ જ રીતે ખુશીની પળો માણીને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે, જેની ચાહકો પણ આતુરતાથી રાહ જોતા હોય છે.

Leave a Reply

Related Post