જયા બચ્ચને રિપોર્ટરના માઇકને ધક્કો માર્યો: કંગના રનૌતનો પીઢ એક્ટ્રેસ પર કટાક્ષ- ધરણા પર બેઠા છે, પણ પૂછો તો કહે છે – નહીં કહું

જયા બચ્ચને રિપોર્ટરના માઇકને ધક્કો માર્યો:કંગના રનૌતનો પીઢ એક્ટ્રેસ પર કટાક્ષ- ધરણા પર બેઠા છે, પણ પૂછો તો કહે છે – નહીં કહું
Email :

મંગળવારે દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકના સાંસદોએ ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. આ માર્ચમાં સમાજવાદી પાર્ટીનાં સાંસદ અને એક્ટ્રેસ જયા બચ્ચન પણ સામેલ થયાં હતાં. વિરોધ પ્રદર્શન દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરવાનો ઇનકાર કરતાં તેઓ માઇકને પાછળ ધકેલતાં જોવા મળ્યાં. આ દરમિયાન તેમના ચહેરા પર નારાજગી દેખાઈ. ત્યારબાદ ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે જયા બચ્ચન પર કટાક્ષ કર્યો. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જયા બચ્ચનનો વીડિયો શેર કરતાં કંગનાએ લખ્યું, 'જ્યારે તમે આખી દુનિયા સામે તમારી વાત રજૂ કરવા

માટે ધરણા પર બેસો છો, પરંતુ જ્યારે તમને પૂછવામાં આવે છે કે આખરે તમે કહેવા શું માગો છો, ત્યારે જયા બચ્ચનજીનો જવાબ હોય છે- નહીં કહું.' કંગના અગાઉ પણ જયા બચ્ચન પર ટિપ્પણી કરી ચૂકી છે આ પહેલીવાર નથી જ્યારે કંગના રનૌતે જયા બચ્ચન પર ટિપ્પણી કરી હોય. જયા બચ્ચન ઘણીવાર મીડિયા સામેના પોતાના વર્તનને લઈને ચર્ચામાં રહે છે. તેઓ પાપારાઝી અને સામાન્ય લોકોને ઘણીવાર ઠપકો આપી ચૂકી છે. ગયા વર્ષે નવી દિલ્હીના કૉન્સ્ટિટ્યુશન ક્લબની બહાર જયા બચ્ચને એક વ્યક્તિને સેલ્ફી લેવાની ના પાડતી વખતે ધક્કો મારીને

પાછળ હટાવ્યો હતો. ત્યારે કંગનાએ તેમને બગડેલી અને વિશેષાધિકાર ભોગવતી મહિલા ગણાવી હતી. સાથે જ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ શરૂ થયો વિવાદ સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ બોલિવૂડમાં ડ્રગ્સ અને નેપોટિઝમને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તુલના ‘ગટર’ સાથે કરી હતી. કંગનાના નિવેદન પર જયા બચ્ચને રાજ્યસભામાં નામ લીધા વિના પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'કેટલાક લોકો જે થાળીમાં ખાય છે, એ જ થાળીમાં કાણું પાડે છે.' જયા બચ્ચને બોલિવૂડને ગટર કહેવું ખોટું ગણાવ્યું હતું.

આ પછી કંગનાએ સોશિયલ મીડિયા પર જયા બચ્ચનના નિવેદનનો જવાબ આપ્યો હતો. તેણે લખ્યું હતું, 'જયાજી, જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતા સાથે કિશોરાવસ્થામાં મારપીટ કરવામાં આવી હોત, તેને નશીલા પદાર્થો આપવામાં આવ્યા હોત અને તેની સાથે છેડતી કરવામાં આવી હોત, તો શું તમે ત્યારે પણ આ જ વાત કહેતાં? જો અભિષેક સતત ગુંડાગીરી અને ઉત્પીડનની ફરિયાદ કરતો રહ્યો હોત અને એક દિવસ ફાંસીએ લટકેલો મળી આવ્યો હોત, તો શું તમે ત્યારે પણ આ જ વાત કહેતાં? અમારા પ્રત્યે પણ થોડી કરુણા (દયા) દર્શાવો.' મુખ્ય ચૂંટણી કમિશનર

વિરુદ્ધ વિપક્ષે માર્ચ કાઢ્યો SIRના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને ઈન્ડિયા બ્લોકે મંગળવારે દિલ્હીમાં ‘સેવ ડેમોક્રસી માર્ચ’ કાઢ્યો. માર્ચ સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ જઈ રહ્યો હતો. પોલીસે રસ્તામાં પ્રદર્શનકારીઓને રોકી દીધા અને ઘણા નેતાઓની અટકાયત કરી. ત્યારબાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવન પરિસરમાં પહોંચી ગયાં. બંને આઠ કલાકથી વધુ સમય સુધી ધરણા પર બેઠાં રહ્યાં. તેઓ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાતની માંગ કરી રહ્યાં હતાં. રાત્રે લગભગ 8 વાગ્યે પોલીસે રાહુલ અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લઈને કિંગ્સવે કેમ્પ

પોલીસ લાઇન પહોંચાડ્યા. લગભગ બે કલાક બાદ રાત્રે 10:10 વાગ્યે સૌને છોડી દેવામાં આવ્યા. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, 'લોકશાહીના ગદ્દારોને બચાવવા માટે નામશેષ રહેલી લોકશાહીને ઘસેડવામાં આવી છે.' તેમણે કહ્યું કે, 'તેનો હિસાબ થશે.' ચૂંટણી પંચે કહ્યું કે, 'સાંજે 4 વાગ્યા સુધી કોઈપણ પાર્ટીએ મળવાનો સમય માંગ્યો નહોતો.' આયોગે સાંસદોના પ્રતિનિધિમંડળને મળવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ વિપક્ષે તેને સ્વીકાર્યો નહીં. બીજી તરફ, ભાજપે પ્રદર્શનને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો. પાર્ટીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post