દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે આજે, 4 મેના રોજ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 750 પોઈન્ટ (0.91%)ની તેજી સાથે 77,700 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 250 પોઈન્ટ (0.92%)ની તેજી સાથે 24,200ની સપાટીએ પહોંચી ગયો છે. આજના કારોબારમાં નિફ્ટી રિયલ્ટી સૌથી વધુ ખરીદી છે, જ્યારે
નિફ્ટી આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં તેજીના મુખ્ય કારણો ચૂંટણીના વલણો: આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણો બજાર માટે સૌથી મોટો ટ્રિગર સાબિત થયા છે. બજાર સામાન્ય રીતે રાજકીય સ્થિરતા અને સ્પષ્ટ જનાદેશને સકારાત્મક રીતે લે છે. વૈશ્વિક બજારમાં
મજબૂતી: અમેરિકી બજારોમાં આવેલી તેજી, ખાસ કરીને SP 500 ના રેકોર્ડ સ્તરે પહોંચવા અને ટેક શેરોમાં ઉછાળાએ ભારતીય બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતો: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલો ઘટાડો ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશ માટે રાહતના સમાચાર છે. આનાથી મોંઘવારી ઘટવાની આશા જાગે છે,
જેની સીધી અસર બજાર પર જોવા મળે છે. મોટી કંપનીઓના શાનદાર ત્રિમાસિક પરિણામો: હિન્દુસ્તાન યુનિલિવરના બહેતર સેલ્સ વોલ્યુમ અને અન્ય મોટી કંપનીઓના ચોથા ક્વાર્ટર (Q4)ના પરિણામોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. આ જ કારણ છે કે મારુતિ અને HUL જેવા શેરોમાં 4% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. શોર્ટ કવરિંગ અને ટેકનિકલ
સુધારો: પાછલા સત્રોમાં ઘટાડા પછી આજે બજારમાં 'શોર્ટ કવરિંગ' જોવા મળી રહ્યું છે. ટેકનિકલ રીતે પણ નિફ્ટીએ તેના સપોર્ટ લેવલ (24,000ની આસપાસ) થી સારી રિકવરી દર્શાવી છે. FMCG અને ઓટો સેક્ટરમાં ખરીદી: ગ્રામીણ માંગમાં સુધારાની અપેક્ષા અને બજાજ ઓટો જેવા શેરોમાં બાયબેકની ચર્ચાઓથી ઓટો અને કન્ઝમ્પશન સેક્ટરમાં તેજી જોવા મળી
રહી છે. એશિયન બજારમાં આજે તેજી રહી 1 મેના રોજ અમેરિકી બજારમાં ઘટાડો રહ્યો હતો ગુરુવારે શેરબજારમાં 583 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો ગુરુવારે, 30 એપ્રિલે ,સેન્સેક્સમાં 583 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો. તે 76,913ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 180 પોઈન્ટ (0.74%)નો ઘટાડો રહ્યો, તે 23,998ના સ્તરે બંધ થયો હતો.


