61 વર્ષના ગિરધર કાકાએ ગરબા રમી સો.મીડિયા ગજવ્યું: એક એક લચક એવી કે ભલભલા ફિદા થઈ જાય, કહ્યું-મેં ટ્રેનિંગ નથી લીધી પણ બીજાને ગરબા શીખવુ છું

61 વર્ષના ગિરધર કાકાએ ગરબા રમી સો.મીડિયા ગજવ્યું:એક એક લચક એવી કે ભલભલા ફિદા થઈ જાય, કહ્યું-મેં ટ્રેનિંગ નથી લીધી પણ બીજાને ગરબા શીખવુ છું
Email :

નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. નવરાત્રી પહેલા આ વખતે રાજકોટમાં ફેમસ બનેલા 61 વર્ષીય ગિરધર કાકા(ગિરધર ભાલોડીયા) છેલ્લા 35 વર્ષથી ગરબે ઘૂમી રહ્યા છે. જો કે છેલ્લા 3-4 મહિનાથી સોશિયલ મીડિયામાં તેઓએ વીડિયો બનાવી અપલોડ કરી રહ્યા છે અને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 35,000 જેટલા

ફોલોઅર્સ મેળવ્યા છે. આ વર્ષે તેઓ રેસકોર્સ મેદાન સ્થિત સહિયર ક્લબ તેમજ કાલાવડ રોડ પર MGM રાસતોત્સવમાં રાસ રમતા જોવા મળશે. 4 તસવીરમાં ગરબા કિંગ ગિરધર કાકા કમિશન એજન્ટથી ગરબા કિંગ ગિરધર કાકા બન્યા ગરબા કિંગ ગિરધર કાકા ઉર્ફે ગિરધર ભાલોડીયાએ ન્યુ ગુજરાત સાથે વાત કરતા કહ્યું હતું કે, હાલમાં મારી ઉંમર 61 વર્ષ છે અને

હું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરું છું. મારે સંતાનમાં બે દીકરી છે, જેમાં એક દીકરીના લગ્ન થઇ ચુક્યા છે, જયારે બીજી દીકરી મારી સાથે રહે છે. મે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. હું મૂળ જામનગરના ધ્રોલ તાલુકાનો રહેવાસી છું અને છેલ્લા 40 વર્ષથી રાજકોટમાં રહું છું. 'સ્ટેપ બેસાડી તાલ મિલાવી ગરબા રમવા એ એક

જ માત્ર શોખ' 'દર વર્ષે હું સહિયર ક્લબમાં દેવ ગ્રુપ સાથે દાંડિયા રાસ રમવા જતો હોય છું, પણ આ વર્ષે પણ થોડા દિવસ સહિયર ક્લબ ઉપરાંત MGM ખાતે પણ રાસ ગરબા રમવા જવાનો છું. માતાજીનો કોઈ પણ ગરબો હોય કે અન્ય કોઈ ગીત તેમાં સ્ટેપ બેસાડી તાલ મિલાવી ગરબા રમવા એ એક જ માત્ર શોખ છે.'

સ્પેશિયલ બેન્ચમાં બહેનોને ગરબા શીખવે અને સોશિયલ મીડિયામાં 35,000 ફોલોઅર્સ ગિરધરભાઈ કોઈ પાસે ગરબા ક્લાસિસમાં ગરબા શીખવા માટે ગયા નથી, પરંતુ આજે તેઓ રાજકોટમાં અલગ અલગ સોસાયટીમાં જઈ સ્પેશિયલ બેન્ચમાં બહેનોને ગરબા શીખવવા માટે જઈ રહ્યા છે. લોકો ગિરધરભાઈના વીડિયો સોશિયલ મીડિયા અપલોડ કરી લાઈક અને વ્યુ મેળવતા હોવાથી તેના મિત્રએ પોતાનું એકાઉન્ટ બનાવવા સલાહ આપતા આ

વર્ષે છેલ્લા 3 મહિનાથી પોતે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવી વીડિયો અપલોડ કરી 35,000 જેટલા ફોલોઅર્સ બનાવ્યા છે. દરરોજ નિયમિત રીતે યોગ કરવા એ ગિરધરભાઈની દિનચર્યાનો એક ભાગ છે અને ગરબા રમવાથી પણ કસરત થતું હોવાની માની તેઓ દરરોજ ગરબા પ્રેક્ટિસ પણ કરે છે અને બીજા લોકોને ગરબા શીખવી પણ રહ્યા છે.

Leave a Reply

Related Post