અંડર-19 એશિયા કપમાં ભારત Vs પાકિસ્તાન 8 નવેમ્બરે રમાશે: 8 ટીમો વચ્ચે 5 નવેમ્બરથી ટુર્નામેન્ટ, ઓમાનમાં તમામ 15 મેચ રમાશે

અંડર-19 એશિયા કપમાં ભારત Vs પાકિસ્તાન 8 નવેમ્બરે રમાશે:8 ટીમો વચ્ચે 5 નવેમ્બરથી ટુર્નામેન્ટ, ઓમાનમાં તમામ 15 મેચ રમાશે
Email :

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ અંડર-19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી ઓમાનમાં શરૂ થશે અને 14 નવેમ્બરે ફાઇનલ રમાશે. આ વખતે 8 ટીમ ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે અને તમામ મુકાબલા મસ્કટ સ્થિત ઓમાન ક્રિકેટ એકેડેમી (OCA)ના ગ્રાઉન્ડ-1 અને ગ્રાઉન્ડ-2 પર રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 6 નવેમ્બરે નેપાળ સામે કરશે. તેના બે દિવસ બાદ, 8 નવેમ્બરે પાકિસ્તાન સામે મુકાબલો થશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ 10 નવેમ્બરે UAE સામે હશે.

ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે અને કુલ 15 મેચ યોજાશે. ભારતને ગ્રુપ-Aમાં પાકિસ્તાન, UAE અને નેપાળ સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને મલેશિયાનો સમાવેશ થાય છે. 5 નવેમ્બરે શ્રીલંકા-મલેશિયાથી શરૂઆત ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 નવેમ્બરે શ્રીલંકા U-19 અને મલેશિયા U-19 વચ્ચે રમાશે. આ જ દિવસે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ પણ આમને-સામને થશે. બંને મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. શ્રીલંકા-મલેશિયાની મેચ OCA ગ્રાઉન્ડ-2 અને બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનની મેચ OCA ગ્રાઉન્ડ-1 પર રમાશે.

પાકિસ્તાને છેલ્લી વખત ભારતને હરાવ્યું હતું પાકિસ્તાન વર્તમાન ચેમ્પિયન છે. ગત સીઝનની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 191 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાનનો આ બીજું ટાઇટલ હતું. ભારતે અંડર-19 કપ 8 વખત જીત્યો ભારતે અંડર-19 એશિયા કપના 8 ખિતાબ 1989, 2003, 2012, 2013-14, 2016, 2018, 2019 અને 2021માં જીત્યા છે. 2012માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા રહ્યા હતા. બાંગ્લાદેશે 2023 અને 2024માં સતત બે ખિતાબ જીત્યા, જ્યારે અફઘાનિસ્તાન 2017માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું.

Leave a Reply

Related Post