Gandhi Jayanti 2026: બાપુના સત્ય અને અહિંસાના આદર્શો, જૂની પેઢીથી લઈને આજની Gen-Z માટે પ્રેરણાદાયી

Gandhi Jayanti 2026:  બાપુના સત્ય અને અહિંસાના આદર્શો, જૂની પેઢીથી લઈને આજની Gen-Z માટે પ્રેરણાદાયી
Email :

2 ઓક્ટોબર, 2026ના રોજ સમગ્ર ભારત અને વિશ્વભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે. બાપુ તરીકે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીએ અપનાવેલા સત્ય, અહિંસા અને શાંતિના આદર્શોને યાદ કરવાનો આ વિશેષ દિવસ છે. શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીજીની વૈચારિક ક્રાંતિએ વિના શસ્ત્રે બ્રિટિશ હુકુમતને હચમચાવી મૂકી હતી, જેને માનવતાના શ્રેષ્ઠ પ્રતિક તરીકે આજે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે.

બાપુના આદર્શો તમામ પેઢી માટે પ્રેરણાદાયી

જૂની પેઢી હોય કે આજની જનરેશન ઝેડ (Gen-Z), મહાત્મા ગાંધીના આદર્શો અને તેમનું જીવનદર્શન દરેક યુગમાં એટલું જ સુસંગત રહ્યું છે. બાપુનું જીવન ભલે સરળ હતું, પરંતુ તેમનાં સત્ય, સ્વદેશી, સમાનતા અને માનવતાના સિદ્ધાંતોએ સમગ્ર વિશ્વ પર ઊંડી છાપ છોડી છે. ગાંધીજીનું જીવન આપણને શીખવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવા અન્યાય અને મુશ્કેલીઓને હરાવી શકાય છે.

જીવનને નવી દિશા આપતા બાપુના 10 અમૂલ્ય ઉપદેશો

ગાંધીજીના આ સુવિચારોને અપનાવીને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનને સકારાત્મક અને સફળ બનાવી શકે છે:

૧. પરિવર્તનની શરુઆત: તમે દુનિયામાં જે પરિવર્તન જોવા માંગો છો, પહેલા તેની શરુઆત પોતાનાથી કરો.

૨. નમ્રતાની શક્તિ: અત્યંત શાંત અને નમ્ર બનીને પણ તમે આખી દુનિયાને હચમચાવી શકો છો.

૩. અહિંસા જ સાચું સાહસ: અહિંસા એ કાયરોનું નહીં પરંતુ બહાદુરોનું આભૂષણ છે. "આંખના બદલે આંખ"નો નિયમ આખી દુનિયાને અંધ બનાવી દેશે.

૪. શીખવાનો ઉત્સાહ: એવી રીતે જીવો જાણે આજે તમારો છેલ્લો દિવસ હોય, અને એવી રીતે શીખો જાણે તમે હંમેશા જીવવાના છો.

૫. વાસ્તવિક શક્તિ: માણસની ખરી તાકાત તેના શારીરિક બળમાં નહીં, પરંતુ તેની અદમ્ય ઈચ્છાશક્તિમાં રહેલી છે.

૬. ક્ષમાવીર બનવું: પાપને ધિક્કારો, પાપીને નહીં. બીજાને માફ કરવું એ મજબૂત વ્યક્તિની નિશાની છે.

૭. નિઃસ્વાર્થ સેવા: પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારું જીવન બીજાની સેવામાં સમર્પિત કરી દો.

૮. વિચારોનું મહત્વ: માણસ પોતાના વિચારોનું જ પરિણામ છે; તે જેવું વિચારે છે, તેવો જ બને છે.

૯. કુદરત અને માનવ લોભ: આ પૃથ્વી પાસે દરેક માનવીની જરૂરિયાતો પૂરી કરવાનો પુરતો જથ્થો છે, પણ તેના લોભને સંતોષવા માટે કંઈ નથી.

૧૦. સાચી સ્વતંત્રતા: જેમાં ભૂલો કરવાની અને તેમાંથી શીખવાની છૂટ ન હોય, તેવી સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી.

બાપુના જીવનનો સંઘર્ષ અને રાષ્ટ્રસેવા

મહાત્મા ગાંધીએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દક્ષિણ આફ્રિકામાં તેમણે જાતિગત ભેદભાવ અને રંગભેદ સામે 'સત્યાગ્રહ'નો પ્રથમ સફળ પ્રયોગ કર્યો હતો. 1915માં ભારત પરત ફર્યા બાદ 1917ના ચંપારણ સત્યાગ્રહની સફળતાથી પ્રભાવિત થઈને રવીન્દ્રનાથ ટાગોરે તેમને 'મહાત્મા'નું બિરુદ આપ્યું હતું. તેમણે દેશને આઝાદ કરાવવા માટે અસહકાર આંદોલન (1920), ઐતિહાસિક દાંડી કૂચ (1930) અને ભારત છોડો ચળવળ (1942) જેવા મહત્ત્વના સત્યાગ્રહોનું નેતૃત્વ કર્યું હતું. 6 જુલાઈ 1944ના રોજ સુભાષ ચંદ્ર બોઝે તેમને પ્રથમ વખત 'રાષ્ટ્રપિતા' અને 'બાપુ' તરીકે સંબોધ્યા હતા.

બાપુએ લીધા અંતિમ શ્વાસ

30 જાન્યુઆરી ૧૯૪૮ના રોજ નાથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેમના મુખમાંથી નીકળેલા અંતિમ શબ્દો "હે રામ!" હતા. દેશ માટે આજીવન સમર્પિત રહેલા બાપુના આદર્શો આજે પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક દીવાદાંડી સમાન છે.

Leave a Reply

Related Post