Petroleum jelly ડ્રાય સ્કિન, ફાટેલા હોઠ અને ગ્લોઇંગ સ્કિનનો રામબાણ ઇલાજ, ચહેરો ચાંદ જેવો ચમકશે:

Petroleum jelly ડ્રાય સ્કિન, ફાટેલા હોઠ અને ગ્લોઇંગ સ્કિનનો રામબાણ ઇલાજ, ચહેરો ચાંદ જેવો ચમકશે
Email :

ચહેરાની સંભાળ માટે લોકો વિવિધ પ્રકારના મોંઘા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીકવાર ઘરમાં જ ઉપલબ્ધ સરળ વસ્તુઓ પણ અદ્ભુત પરિણામ આપી શકે છે. પેટ્રોલિયમ જેલી એવો જ એક અકસીર ઘટક છે, જે ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરીને શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે. કુદરતી ઘટકો સાથે તેનું મિશ્રણ ત્વચાને વધારાનો ભેજ અને કુદરતી ચમક પૂરી પાડે છે.

ચહેરા પર પેટ્રોલિયમ જેલી વાપરવાના મુખ્ય ફાયદા

ત્વચામાં ભેજ જાળવી રાખે છે: પેટ્રોલિયમ જેલી ચહેરાની ત્વચામાં ભેજને લોક (Lock) કરવાનું કામ કરે છે. તેમાં કોઈ રાસાયણિક ઘટકો ન હોવાથી ત્વચામાં બળતરા થતી નથી. રાત્રે સૂતા પહેલા ચહેરા પર તેનું પાતળું પડ લગાવવાથી ત્વચા કુદરતી રીતે નરમ અને મુલાયમ બને છે. ખાસ કરીને શુષ્ક (Dry) ત્વચા ધરાવતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

ફાટેલા હોઠ માટે રામબાણ: બદલાતા હવામાન, ઠંડી હવા કે તીવ્ર સૂર્યપ્રકાશને કારણે હોઠ ઝડપથી સૂકાઈને ફાટી જતા હોય છે. પેટ્રોલિયમ જેલી હોઠ પર એક સુરક્ષા કવચ બનાવે છે, જે ભેજ જાળવી રાખીને હોઠને નરમ અને સુંદર રાખે છે.

આઈબ્રો (ભમર) સેટ કરવા માટે: જો તમારી ભમર અવ્યવસ્થિત રહેતી હોય, તો તેને પરફેક્ટ શેપમાં સેટ કરવા માટે પેટ્રોલિયમ જેલી ઉત્તમ વિકલ્પ છે. ભમર પર થોડી જેલી લગાવવાથી વાળ લાંબા સમય સુધી પોતાની જગ્યાએ ટકી રહે છે.

ખીલની સમસ્યા ધરાવતા લોકો માટે સાવધાની

અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજિસ્ટ્સ અનુસાર, જે લોકોની ત્વચા પર ખીલ (Acne) કે બ્રેકઆઉટ્સની સમસ્યા હોય, તેમણે ચહેરા પર પેટ્રોલિયમ જેલી લગાવવાનું ટાળવું જોઈએ. તે ત્વચાના છિદ્રો બંધ કરીને ખીલની સમસ્યા વધારી શકે છે. આવી ત્વચા ધરાવતા લોકોએ હળવા અને 'નોન-કોમેડોજેનિક' મોઇશ્ચરાઇઝરનો જ ઉપયોગ કરવો જોઈએ.

પેટ્રોલિયમ જેલીમાં શું ભેળવીને લગાવવું?

ત્વચાને વધારાનો ગ્લો આપવા માટે પેટ્રોલિયમ જેલીમાં વિટામિન E કેપ્સ્યુલનું તેલ, ગ્લિસરીન અથવા લીંબુના રસનાં થોડાં ટીપાં ઉમેરી શકાય છે. વિટામિન E ત્વચાને ચમકદાર બનાવે છે, ગ્લિસરીન શુષ્કતા દૂર કરે છે અને લીંબુનો રસ ત્વચાને સાફ કરવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો : World Coffee Day: દૂધવાળી કૉફી vs બ્લેક કૉફી, શું કૉફીમાં દૂધ નાખવાથી બગડે છે સ્વાસ્થ્ય?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post