રોનાલ્ડોએ કોચ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો: નેશનલ કેમ્પ છોડવા બદલ માફી માગી, કહ્યું- નિવૃત્તિ લઈ રહ્યો નથી; જાણો સમગ્ર વિવાદ

રોનાલ્ડોએ કોચ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો:નેશનલ કેમ્પ છોડવા બદલ માફી માગી, કહ્યું- નિવૃત્તિ લઈ રહ્યો નથી; જાણો સમગ્ર વિવાદ
Email :

દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલ કેમ્પમાંથી અચાનક જવા અંગે પહેલી વાર નિવેદન આપ્યું છે. તેણે કેમ્પ છોડવા બદલ ટીમના સાથી ખેલાડીઓ અને ચાહકોની માફી માગી. 41 વર્ષીય રોનાલ્ડોએ કહ્યું કે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન જે પણ સજા આપશે, તે તેને સ્વીકારશે. આ પછી તે પોર્ટુગલની ટીમ માટે ઉપલબ્ધ રહેશે. તેણે પોતાના નિવૃત્તિના અહેવાલોને પણ ફગાવી દીધા. હકીકતમાં, રોનાલ્ડો અને પોર્ટુગલ ફૂટબોલ ટીમના મેનેજર જ્યોર્જ જીસસ વચ્ચે મતભેદ છે. તેની શરૂઆત UEFA નેશન્સ લીગમાં નોર્વે સામેની મેચથી

થઈ હતી, જ્યારે મેનેજરે રોનાલ્ડોને વોર્મઅપ કરાવ્યા બાદ મેદાન પર ઉતાર્યો નહોતો. નોર્વે સામે રમવાની તક ન મળવાથી વિવાદ વધ્યો મેચ બાદ રોનાલ્ડો નિરાશ થઈને થોડા સમય સુધી બેન્ચ પર બેઠો રહ્યો. જ્યોર્જ જીસસે તેના ન રમવાનું કારણ વ્યૂહાત્મક નિર્ણય હોવાનું જણાવ્યું. આથી બંને વચ્ચે વધતો તણાવ વધુ ઘેરો બન્યો. રોનાલ્ડો અને જ્યોર્જ જીસસ અગાઉ સાઉદી ક્લબ અલ નાસરમાં સાથે કામ કરી ચૂક્યા છે. તે સમયે જ્યોર્જ જીસસ ક્લબના મેનેજર હતા, જ્યારે રોનાલ્ડો અલ નાસરની

ટ્રોફી જીતનારી ટીમનો ભાગ હતો. રોનાલ્ડોએ ઇન્સ્ટા પોસ્ટમાં કેમ્પ છોડવાનું કારણ જણાવ્યું, લખ્યું- કોચે 2 વખત વચન તોડ્યું રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ‘મેં હાફ ટાઇમથી વોર્મઅપ કર્યું, મિનિટો પસાર થતી જોઈ અને મને બોલાવવામાં આવ્યો નહીં.’ તેણે કહ્યું, ‘મેનેજરે મને આપેલું વચન તોડી દીધું હતું.’ ત્યારબાદ રોનાલ્ડો અને જ્યોર્જ જીસસ વચ્ચે બેઠક યોજાઈ. તેમાં સાઉદી પ્રો લીગ ક્લબના સ્પોર્ટિંગ ડિરેક્ટર સિમાઓ કૂટિન્હો પણ સામેલ હતા. રોનાલ્ડોના જણાવ્યા મુજબ, બેઠકમાં સહમતિ બની હતી કે જ્યોર્જ જીસસ

જાહેરમાં સ્થિતિ સ્પષ્ટ કરશે. પરંતુ, એવું થયું નહીં. કોચને માફી માંગવા કહ્યું નહોતું- રોનાલ્ડો રોનાલ્ડોએ પોસ્ટમાં લખ્યું કે તેણે જ્યોર્જ જીસસને માફી માંગવા કહ્યું નહોતું. જોકે, તેમને લાગ્યું કે કોચની બાદની કમેન્ટ્સ બંધ રૂમમાં થયેલી વાતચીત સાથે મેળ ખાતી નહોતી. રોનાલ્ડોએ કહ્યું, ‘આ બીજી વાર હતું, જ્યારે તેમણે મારું કરેલું વચન તોડ્યું.’ તેણે આગળ કહ્યું, ‘આગળનું કોઈ વધુ તૂટેલું વચન મળે તેની રાહ જોયા વિના મેં ટ્રેનિંગ કેમ્પ છોડવાનો નિર્ણય કર્યો.’ જોકે, જ્યોર્જ જીસસે 5

ઓક્ટોબરે રોનાલ્ડો સાથે આવી કોઈ સમજૂતી થઈ હોવાનો ઇનકાર કર્યો. તેમણે રોનાલ્ડોની પોર્ટુગલ ટીમમાં પરત ફરવાનો માર્ગ ખુલ્લો રાખ્યો. નેશનલ ટીમ માટે ઉપલબ્ધ રહેવાની વાત કહી રોનાલ્ડોએ કહ્યું, ‘હું ફિટ છું અને મારા ક્લબ માટે રમી રહ્યો છું, ગોલ પણ કરી રહ્યો છું, તેથી મારા પર લગાવવામાં આવનારા સંભવિત પ્રતિબંધ બાદ હું ઉપલબ્ધ રહીશ.’ તેણે કહ્યું, ‘આજ સુધીની જેમ હું મારી નેશનલ ટીમ માટે મેચ રમવા અને જીતવા માટે ઉપલબ્ધ રહીશ.’ વિદાય મેચની અટકળો પર પણ

બોલ્યો પોર્ટુગલના કેપ્ટન રોનાલ્ડો દેશ માટે સૌથી વધુ મેચ રમનાર અને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વિદાય મેચને લઈને ચાલી રહેલી અટકળો પર પણ વાત કરી. તેણે કહ્યું, ‘મેં વિદાય મેચોને લઈને ઘણી વાતો સાંભળી છે. કહેવામાં આવી રહ્યું છે કે મને સન્માનજનક વિદાય મળવી જોઈએ.’ પાંચ વખતના બેલન ડી’ઓર વિજેતા રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું કે તેનું ધ્યાન માત્ર વિદાય લેવા પર નથી, પરંતુ નેશનલ ટીમ માટે મુકાબલો રમવા પર છે.

Leave a Reply

Related Post