T20માં 2 વર્ષ બાદ ભારતીય કેપ્ટનની સેન્ચુરી: ઈશાનને નોટઆઉટ આપતાં વેસ્ટ ઇન્ડીઝ નારાજ, ડેબ્યૂ મેચમાં નમન ધીરે બનાવ્યો રેકોર્ડ

T20માં 2 વર્ષ બાદ ભારતીય કેપ્ટનની સેન્ચુરી:ઈશાનને નોટઆઉટ આપતાં વેસ્ટ ઇન્ડીઝ નારાજ, ડેબ્યૂ મેચમાં નમન ધીરે બનાવ્યો રેકોર્ડ
Email :

ભારતે પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવી દીધું. મંગળવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે કારકિર્દીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી. આ ફોર્મેટમાં 2 વર્ષના અંતરાલ બાદ કોઈ ભારતીય કેપ્ટને સદી ફટકારી છે. સાથે જ રનચેઝમાં 4 વર્ષ બાદ કોઈ ભારતીય બેટરે સેન્ચુરિયન ઇનિંગ રમી છે. ભારત vs વેસ્ટ ઇન્ડીઝ પહેલી T20ના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. 2024 બાદ પહેલીવાર ટીમ ઈન્ડિયાના કેપ્ટનની સદી શ્રેયસ T20 કેપ્ટન તરીકે ભારત માટે સદી ફટકારનાર ત્રીજા ભારતીય કેપ્ટન બન્યો. 2 વર્ષ બાદ T20 ફોર્મેટમાં કોઈ ભારતીય કેપ્ટને સદી ફટકારી છે. શ્રેયસ પહેલાં છેલ્લે

રોહિત શર્માએ 2024માં આવું કર્યું હતું. 2. ટાર્ગેટને ચેઝ કરતી વખતે સદીનો દુકાળ સમાપ્ત થયો શ્રેયસ અય્યરે બીજી ઇનિંગ્સમાં અણનમ 102 રન બનાવ્યા. તે ટાર્ગેટને ચેઝ કરતી વખતે સદી ફટકારનાર ભારતનો ચોથો ખેલાડી બન્યો. કેએલ રાહુલે ટાર્ગેટને ચેઝ કરતી વખતે સૌથી વધુ 2 સદી ફટકારી છે. 4 વર્ષ બાદ ટાર્ગેટને ચેઝ કરતી વખતે કોઈ ભારતીય બેટરે સદી ફટકારી છે. આ પહેલાં સૂર્યકુમારે 2022માં ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. 3. નમન ધીરે અક્ષર-પ્રજ્ઞાનની બરાબરી કરી નમન ધીરે લખનઉમાં 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી. તે ડેબ્યૂ T20માં 3 વિકેટ લેનારા ભારતનો ત્રીજો

સ્પિનર બન્યો. આ પહેલાં પ્રજ્ઞાન ઓઝા અને અક્ષર પટેલ આ પરાક્રમ કરી ચૂક્યો છે. 4. અક્ષર પટેલે ચોથી વખત પાવરપ્લેમાં વિકેટ મેડન ઓવર ફેંકી અક્ષરે લખનઉમાં છઠ્ઠી ઓવરમાં એક પણ રન આપ્યા વિના રોવમેન પાવેલની વિકેટ લીધી. તેણે T20માં ચોથી વખત આવું કર્યું. T20માં પાવરપ્લેમાં સૌથી વધુ વખત વિકેટ મેડન ઓવર નાખવાનો ભારતીય રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે. તેણે 6 વખત આ પરાક્રમ કર્યું છે. 5. હેટમાયર T20માં સાતમી વખત રનઆઉટ થયો શિમરોન હેટમાયર T20 ઇન્ટરનેશનલમાં સાતમી વખત રનઆઉટ થયો. આ સાથે તે T20માં સૌથી વધુ વખત રનઆઉટ થનારા વેસ્ટ ઇન્ડીઝનો બેટર બની ગયો.

આન્દ્રે ફ્લેચર 6 વખત રનઆઉટ થયો છે. 6. રધરફોર્ડે આ વર્ષે ડેથ ઓવર્સમાં સૌથી વધુ રન બનાવ્યા શેરફેન રધરફોર્ડે 2026માં T20ની 16મીથી 20મી ઓવર દરમિયાન 616 રન બનાવ્યા છે. આ મામલે તે પ્રથમ ક્રમે છે. 598 રન સાથે દાસુન શનાકા બીજા ક્રમે છે. અહીંથી ટોપ-3 મોમેન્ટ્સ… 1. મયંક યાદવની ઓવરમાં 4 ચોગ્ગા લાગ્યા મયંક યાદવની પહેલી ઓવરમાં શાઈ હોપે 4 ચોગ્ગા ફટકાર્યા. તેણે પહેલા જ બોલે મિડ-વિકેટની ઉપરથી ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ રમીને 4 રન માટે મોકલી દીધી. આ પછી છેલ્લા 2 બોલે પણ ચોગ્ગા ફટકાર્યા. 2. વિચિત્ર

રીતે રનઆઉટ થયો હેટમાયર પ્રથમ દાવની છઠ્ઠી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝનો બેટર વિચિત્ર રીતે રનઆઉટ થયો. અક્ષરના હાથમાંથી ડિફ્લેક્ટ થયેલો બોલ કવર તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા શ્રેયસ અય્યરે બોલ કેચ કરીને વિકેટકીપર સંજુ સેમસન તરફ થ્રો કર્યો. તેના તરત બાદ સેમસને બેઇલ્સ વિખેરી નાખી. રિપ્લેમાં જોવા મળ્યું કે હેટમાયર ડાઇવ લગાવીને જ્યારે ક્રિઝમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનું બેટ અને હેન્ડલ હવામાં હતં. ત્યારબાદ થર્ડ અમ્પાયરે તેને રનઆઉટ જાહેર કર્યો. જોકે હેટમાયર નિર્ણયથી નારાજ દેખાયો. 3. થર્ડ અમ્પાયરે ઈશાનને નોટઆઉટ આપ્યો, વિન્ડીઝના ખેલાડીઓ નારાજ થયા ભારતીય ઇનિંગ્સની 11મી ઓવરમાં થર્ડ અમ્પાયરે

એક વિવાદાસ્પદ નિર્ણય આપ્યો. આ અંગે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ સહિત કોચ ડેરેન સેમી પણ નારાજ જોવા મળ્યો. શમર સ્પ્રિંગરે ઓવરની પાંચમી બોલ ફુલટોસ નાખ્યો. ઈશાને મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો. ડીપ સ્ક્વેર કવર પર ફિલ્ડિંગ કરી રહેલા ફોર્ડે આગળ ડાઇવ લગાવીને કેચ પકડ્યો. ત્યાર બાદ થર્ડ અમ્પાયરે લાંબા સમય સુધી કેચની તપાસ કરી. ત્યાર પછી ઈશાનને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો. નિર્ણય આવતાં જ ફોર્ડ આશ્ચર્યચકિત થઈને મેદાન પર બેસી ગયો. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પણ હસતા જોવા મળ્યા. ડગઆઉટમાં બેઠેલા વેસ્ટ ઇન્ડીઝના કોચ ડેરેન સેમીએ પણ હાથ ઊંચો કરીને નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી.

Leave a Reply

Related Post