‘ટેલેન્ટેડ છે પણ રાહ તો જોવી જ પડશે’: વૈભવ સૂર્યવંશી પર ગૌતમ ગંભીરની સ્પષ્ટતા, કહ્યું- 'બહારનો ઘોંઘાટ નહીં, ટીમની જરૂરિયાત નક્કી કરશે પ્લેઇંગ-11'

‘ટેલેન્ટેડ છે પણ રાહ તો જોવી જ પડશે’:વૈભવ સૂર્યવંશી પર ગૌતમ ગંભીરની સ્પષ્ટતા, કહ્યું- 'બહારનો ઘોંઘાટ નહીં, ટીમની જરૂરિયાત નક્કી કરશે પ્લેઇંગ-11'
Email :

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પહેલી T20 મેચ 6 ઓક્ટોબરે રમાશે. પ્રથમ T20માં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં વૈભવ સૂર્યવંશીને તક મળશે કે નહીં, તે અંગે કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી દીધી છે. ગંભીરે સીધા શબ્દોમાં કહ્યું છે કે વૈભવ ટેલેન્ટેડ છે પરંતુ તેણે પ્લેઇંગ ઇલેવનમાં રમવા માટે રાહ જોવી પડશે. તેમણે ઉમેર્યું કે, "મેં વૈભવને સમજાવ્યો છે કે સારું પ્રદર્શન કરવા છતાં, ક્યારેક ખેલાડીએ પોતાની તકની રાહ જોવી પડે છે." ‘વૈભવ ટેલેન્ટેડ છે, પરંતુ રાહ જોવી પડશે’ ગંભીરે મીડિયાને જણાવ્યું કે, "આ મારા માટે પણ

એક નવો અનુભવ હતો. હા, તે સારા ફોર્મમાં હતો, પરંતુ મેં તેને સમજાવ્યું કે જે ખેલાડીઓએ લાંબા સમયથી ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે, તેમના કારણે ક્યારેક નવા ખેલાડીએ તકની રાહ જોવી પડે છે." ગંભીરે આગળ ઉમેર્યું, "કોચ અને કેપ્ટન તરીકે અમારે એ જોવાનું હોય છે કે કયું કોમ્બિનેશન આપણને મેચ જીતાડી શકે છે. જો આજે વૈભવ રમે છે, તો અમારે અભિષેક શર્મા કે સંજૂ સેમસનમાંથી કોઈ એકને બહાર બેસાડવો પડે, જે તેમની સાથે મુશ્કેલ વાતચીત બની રહે." બહારનો ઘોંઘાટ ટીમ પસંદગીનો

આધાર નહીં ગંભીરે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા કે બહારની વાતો પ્લેઇંગ XI નક્કી કરતી નથી. તેમણે કહ્યું, "અમે એવા કોમ્બિનેશનને અચાનક નજરઅંદાજ ન કરી શકીએ જેણે છેલ્લા દોઢ-બે વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય. માત્ર 3-4 મેચમાં નિષ્ફળ જવાથી તેમને બહાર કરીને કોઈ નવા યુવા ખેલાડીને રમાડવો યોગ્ય નથી. અમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને સુરક્ષા અને ભરોસાનું વાતાવરણ આપવા માગીએ છીએ." સંજૂ-અભિષેક પર કેમ કાયમ છે ગંભીર? ગંભીરની દલીલ ટીમમાં કન્ટીન્યૂટી જાળવી રાખવાની છે. કોઈ પણ ટીમ સતત વિજેતા રહી શકતી નથી, તેથી 1-2

ખરાબ મેચના આધારે ખેલાડી ખરાબ નથી થઈ જતો. આ જ કારણે ગંભીરે સંજૂ સેમસન અને અભિષેક શર્મા પર પસંદગી ઉતારી છે. એટલે કે વૈભવ માટે સૌથી મોટો અવરોધ તેનું ફોર્મ નહીં, પરંતુ ટીમના સિનિયર ખેલાડીઓ પરનો ભરોસો છે. વૈભવ માટે સંદેશ સ્પષ્ટ ગંભીરના નિવેદનથી એ સ્પષ્ટ છે કે વૈભવને લઈને ટીમ મેનેજમેન્ટના મનમાં કોઈ શંકા નથી. તેને પ્રતિભાશાળી માનવામાં આવી રહ્યો છે અને તેના ફોર્મનો પણ સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ ટીમ ઇન્ડિયાની T20 પ્લેઇંગ XIમાં સ્થાન મેળવવા માટે માત્ર ટેલેન્ટ

અને ફોર્મ પૂરતા નથી. વૈભવે હવે રાહ જોવી પડશે. હાલ ગંભીરનો સ્પષ્ટ મેસેજ છે કે- ટીમમાં સ્થાન સોશિયલ મીડિયાની માગથી નહીં, ટીમની જરૂરિયાત અને સતત પ્રદર્શનથી નક્કી થશે. સચિનનો રેકોર્ડ તોડનાર યુવા સ્ટાર આ વર્ષની શરૂઆતમાં વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી નાની ઉંમરનો ભારતીય બન્યો. તેણે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે પોતાનું T20I ડેબ્યૂ કર્યું અને સચિન તેંડુલકરનો લાંબા સમયથી ચાલી આવતો રેકોર્ડ તોડ્યો. ત્યારબાદ, વૈભવ મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો, જે સિદ્ધિ

તેણે ઝિમ્બાબ્વે સામે 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે મેળવી હતી. જોકે, અફઘાનિસ્તાન સામેની આખી સીરીઝ અને જાપાન સામેની મેચમાં બહાર રહ્યા બાદ તેણે શ્રીલંકા સામે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં 21 બોલમાં 38 રન બનાવીને ધમાકેદાર વાપસી કરી હતી. પહેલી T20માં તક મળવી મુશ્કેલ ગૌતમ ગંભીરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે 6 ઓક્ટોબરથી શરૂ થતી 5 મેચોની T20 સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમ અભિષેક શર્મા અને સંજૂ સેમસન સાથે જ ઓપનિંગમાં ઉતરશે અને વૈભવે પોતાની તક માટે રાહ જોવી પડશે. ભારત-વેસ્ટઇન્ડીઝનું T20 શિડ્યુલ

Leave a Reply

Related Post