હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સિરીઝમાંથી બહાર: માર્ચમાં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી; તેના સ્થાને સૂર્યાંશ શેડગેને તક

હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સિરીઝમાંથી બહાર:માર્ચમાં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી; તેના સ્થાને સૂર્યાંશ શેડગેને તક
Email :

હાર્દિક પંડ્યા ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા A સામે રમાનારી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સિરીઝ આ જ મહિને 6થી 11 ઓક્ટોબર દરમિયાન પુડુચેરીમાં રમાશે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમની જગ્યાએ ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યાંશે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તેઓ પહેલેથી જ ટીમ સાથે જોડાઈ ગયા છે. હાર્દિકે છેલ્લે IPL 2026માં સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યું હતું. તેણે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ માર્ચમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં રમી હતી. સૂર્યાંશ જૂનમાં ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યો છે સૂર્યાંશે જૂન 2026માં આયર્લેન્ડ સામેની

T-20 સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. તે 3 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ઇન્ડિયા A ટીમમાં પસંદગી થવાને કારણે હવે તેઓ મુંબઈની રણજી ટ્રોફીની ઓપનર મેચમાં રમી શકશે નહીં. મુંબઈએ 11 ઑક્ટોબરથી વાનખેડે સ્ટેડિયમમાં ચંદીગઢ સામે પ્રથમ મેચ રમવાની છે. નમન ધીર પણ સિરીઝમાંથી બહાર હાર્દિક ઉપરાંત નમન ધીર પણ ઑસ્ટ્રેલિયા A સામેની 3 અનૌપચારિક વનડે મેચમાં રમી શકશે નહીં. તેમને 1 ઑક્ટોબરે વેસ્ટ ઇન્ડિઝ સામેની 5 મેચની T-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નમનને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં તક મળી છે. સુંદરને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝની

તૈયારી માટે T-20 ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તેઓ તમિલનાડુ માટે રણજી ટ્રોફી રમશે. ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન, પડિક્કલ વાઇસ કેપ્ટન ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયા Aની કેપ્ટનશીપ કરશે. દેવદત્ત પડિક્કલ વાઇસ કેપ્ટન રહેશે. ટીમમાં સાઈ સુદર્શન, રજત પાટિદાર, પ્રિયાંશ આર્ય, પ્રિસિમરન સિંહ, વિપ્રજ નિગમ અને યશ ઠાકુર સહિત અનેક ખેલાડીઓ સામેલ છે. ઇન્ડિયા Aની ટીમ: ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ (વાઇસ કેપ્ટન), રજત પાટીદાર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, પ્રિસિમરન સિંહ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, યશ ઠાકુર, સૂર્યાંશ શેડગે

Leave a Reply

Related Post