Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the acf domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/codefire/newgujaratsamachar.com/wp-includes/functions.php on line 6131
New Gujarat Samachar

Warning: Undefined variable $postId in /home/codefire/newgujaratsamachar.com/wp-content/themes/navu-gujarat/single.php on line 6

આજે જે હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે: IPLમાં આજે મુંબઈ vs લખનઉ મેચ, પ્લેઑફમાં ટકી રહેવાની બન્ને પાસે આ છેલ્લી તક

આજે જે હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે:IPLમાં આજે મુંબઈ vs લખનઉ મેચ, પ્લેઑફમાં ટકી રહેવાની બન્ને પાસે આ છેલ્લી તક
Email :

IPLમાં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચનો ટૉસ સાંજે 7 વાગ્યે થશે. આ સીઝનમાં બંને ટીમ પહેલીવાર સામસામે ટકરાશે. જો મુંબઈની ટીમ આજે પોતાના ઘરઆંગણે હારી જશે, તો તે પ્લેઑફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ પાસે પણ પ્લેઑફની રેસમાં ટકી રહેવાની આ છેલ્લી તક છે. બંને ટીમ પાસે

હાલ સમાન 4-4 પોઇન્ટ્સ છે. મુંબઈ સામે લખનઉનું પલડું ભારે બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમાઈ છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સે પોતાનું પ્રભુત્વ જાળવી રાખતા 6 મેચમાં જીત મેળવી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 2 મેચમાં જ સફળતા મળી છે. વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ ત્રણ વખત સામસામે આવી છે, જેમાં બે વાર લખનઉ અને એક વાર મુંબઈનો વિજય થયો છે. રિકલ્ટન અને ગજનફર પર રહેશે નજર આ

સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રાયન રિકલ્ટન અને અલ્લાહ ગજનફરે શાનદાર પ્રદર્શન કર્યું છે. રિકલ્ટને 7 મેચમાં 177.84ના સ્ટ્રાઈક રેટથી 297 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક ફિફ્ટી સામેલ છે. ગજનફર 7 મેચમાં 11 વિકેટ લઈને ટીમનો ટૉપ વિકેટ ટેકર રહ્યો છે. માર્શ અને પ્રિન્સ યાદવ ફોર્મમાં લખનઉ તરફથી મિચેલ માર્શ અને પ્રિન્સ યાદવે સારું પ્રદર્શન કર્યું છે. માર્શે 8 મેચમાં 212 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 133.33

રહ્યો છે અને તેણે એક અડધી સદી પણ ફટકારી છે. પ્રિન્સ યાદવે 8 મેચમાં 13 વિકેટ ઝડપી છે. પીચ અને વેધર રિપોર્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સને મદદરૂપ થાય છે. વાનખેડેમાં રમાયેલી છેલ્લી 4માંથી 3 મેચમાં 200થી વધુનો સ્કોર બન્યો છે. માત્ર એક જ મેચમાં ટીમ 200નો આંકડો પાર કરી શકી ન હતી. મુંબઈએ પંજાબ સામેની મેચમાં 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબે 198 રન બનાવીને જીત

મેળવી હતી. હવામાનની વાત કરીએ તો મુંબઈમાં અત્યારે ગરમી છે. અહીં વરસાદની કોઈ શક્યતા નથી. સોમવારે મુંબઈનું લઘુત્તમ તાપમાન 28 અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પવન 17 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી છે. ટીમ ન્યૂઝ: રોહિત શર્મા પરત ફરી શકે છે મુંબઈ તરફથી રોહિત શર્મા પરત ફરી શકે છે. તે ગત 12 એપ્રિલે બેંગલુરુ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તાજેતરમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ સંકેત આપ્યો

હતો કે રોહિત એક-બે મેચ પછી પરત ફરશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિષ ભગત, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગજનફર અને અશ્વની કુમાર. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસિન ખાન, દિગ્વેશ રાઠી અને હિંમત સિંહ.

Leave a Reply

Related Post