Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the acf domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/codefire/newgujaratsamachar.com/wp-includes/functions.php on line 6131
New Gujarat Samachar

Warning: Undefined variable $postId in /home/codefire/newgujaratsamachar.com/wp-content/themes/navu-gujarat/single.php on line 6

રબાડાએ ‘ગલોટિયું’ ખાઈને સેલિબ્રેટ કરી શેડગેની વિકેટ: હાથમાંથી બોલ છટકી જતાં અરશદે પોતાનું માથું પકડી લીધું, કૂપરનો શાનદાન ડાઇવિંગ કેચ; મેચ મોમેન્ટ્સ

રબાડાએ ‘ગલોટિયું’ ખાઈને સેલિબ્રેટ કરી શેડગેની વિકેટ:હાથમાંથી બોલ છટકી જતાં અરશદે પોતાનું માથું પકડી લીધું, કૂપરનો શાનદાન ડાઇવિંગ કેચ; મેચ મોમેન્ટ્સ
Email :

ગુજરાત ટાઇટન્સે IPL 2026ની 46મી મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. મેચની પહેલી જ ઓવરમાં સિરાજે સતત બે બોલ પર 2 વિકેટ ઝડપી. પંજાબના બેટર સૂર્યાંશ શેડગેએ IPLમાં પોતાની પહેલી ફિફ્ટી ફટકારી. તેમની વિકેટ લીધા પછી બોલર કગિસો રબાડાએ ગુલાટી મારીને ઉજવણી કરી. ગુજરાતના બોલર માનવ સુથરની એક ઓવરમાં 27 રન બન્યા. વાંચો ગુજરાત-પંજાબ મેચમાં બનેલા ટોપ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ… પહેલી મેચના ટોપ રેકોર્ડ્સ… IPL 2026માં સિરાજે ત્રીજી વાર પહેલી ઓવરમાં વિકેટ લીધી પંજાબ સામે મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં બે વિકેટ લીધી. તેમણે પ્રિયાંશ આર્યા અને ઝેવિયર બાર્ટલેટને સતત બોલ પર આઉટ કર્યા. IPL

2026માં આ ત્રીજી વાર છે કે તેમણે પહેલી ઓવરમાં વિકેટ ઝડપી. આ યાદીમાં જોફ્રા આર્ચર પહેલા નંબર પર છે, જેમણે આ સિઝનમાં 5 વાર આવો કારનામો કર્યો છે. આ સિઝનમાં ગુજરાતે પાવરપ્લેમાં 18 વિકેટ ઝડપી પંજાબ સામે ગુજરાતના બોલરોએ પાવરપ્લેમાં 3 વિકેટ ઝડપી. IPL 2026માં અત્યાર સુધી ગુજરાતના બોલરોએ કુલ 18 વિકેટ લીધી છે. ટીમ આ મામલે ત્રીજા નંબર પર છે. પ્રથમ નંબર પર રાજસ્થાન રોયલ્સ છે, જેમણે 21 વિકેટ લીધી છે, જ્યારે 19 વિકેટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ બીજા નંબર પર છે. સુદર્શન 24 વર્ષની ઉંમર સુધીમાં સૌથી વધુ 50+ સ્કોર

કરનાર ત્રીજો બેટર 24 વર્ષીય સાઈ સુદર્શન પંજાબ સામે 57 રનની ઇનિંગ રમ્યા. તેમણે અત્યાર સુધી IPLમાં 18 ફિફ્ટી ફટકારી છે. તેઓ 24 વર્ષની ઉંમર સુધીમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે. આ યાદીમાં શુભમન ગિલ ટોચ પર છે, જેમણે 24 ફિફ્ટી ફટકારી હતી. 20 ફિફ્ટી સાથે યશસ્વી જયસ્વાલ બીજા નંબરે છે. અહીંથી મેચની ટોપ મોમેન્ટ્સ… કેચની તક છૂટી, પછીની બે બોલ પર સિરાજને વિકેટ મેચની પહેલી ઓવર કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નહોતી. પંજાબ કિંગ્સની ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજે પહેલી ઓવર નાખી. પહેલી જ બોલ પર પ્રિયાંશે પુલ શોટ માર્યો, પરંતુ બોલ

ટોપ-એજ લઈને ફાઇન લેગ તરફ ગયો. વિકેટકીપર જોસ બટલરે પાછળ દોડતા કેચ માટે છલાંગ લગાવી, પરંતુ બોલ તેમનાથી થોડો દૂર રહી ગયો. તેના પછીના જ બોલ પર પ્રિયાંશનો કટ શોટ, ડીપ બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા નિશાંત સિંધુ તરફ ગયો, જેમણે શાનદાર લો કેચ પકડ્યો. તેના પછીના જ બોલ પર કૂપર કોનોલી પણ શૂન્ય રન પર કેચ આઉટ થઈ ગયા. રબાડાએ વિકેટ મેડન ઓવર નાખી પંજાબ કિંગ્સની ઇનિંગ્સમાં પાવરપ્લેની છેલ્લી ઓવરમાં કગિસો રબાડાએ વિકેટ મેડન ઓવર નાખી. પહેલો બોલ ડોટ રહ્યો. રબાડાએ બીજો બોલ 152 કિમી/કલાકની ઝડપે નાખ્યો. બેટર પ્રભસિમરન સિંહે કવર ઉપરથી મારવાનો પ્રયાસ

કર્યો, પરંતુ તે બરાબર ટાઈમ કરી શક્યો નહીં અને બોલ સીધો ફિલ્ડર માનવ સુથારના હાથમાં ગયો. આ પછી બેટિંગ કરવા આવેલા નેહલ વઢેરા આગળના 4 બોલ પર કોઈ રન બનાવી શક્યા નહીં. માનવ સુથારે એક ઓવરમાં 27 રન આપ્યા પંજાબના બેટર સૂર્યાંશ શેડગેએ ઇનિંગ્સની 14મી ઓવરમાં માનવ સુથરની બોલ પર ઘણા રન બનાવ્યા. ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનરની પહેલી બોલ પર સ્ટોઇનિસે સિંગલ લીધો. ત્યારબાદ શેડગેએ પાંચેય બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડ્યા. તેમણે બીજી અને ત્રીજી બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ સતત બે ચોગ્ગા લગાવ્યા અને છેલ્લી બોલને ડીપ મિડ-વિકેટ ઉપરથી છ રન માટે

મોકલી દીધી. સુથરની આ ઓવરમાં 27 રન બન્યા. સૂર્યાંશ શેડગેએ IPLમાં પોતાની પહેલી ફિફ્ટી ફટકારી પંજાબના સૂર્યાંશ શેડગેએ ગુજરાત સામે IPLની પોતાની ફિફ્ટી ફટકારી. ઇનિંગ્સની 15મી ઓવરમાં રાશિદ ખાનની છેલ્લી બોલને સૂર્યાંશે મિડ-વિકેટ તરફ રમી અને પોતાના 50 રન પૂરા કર્યા. તેમણે માત્ર 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. રબાડાનું ગલોટિયું ખાઈને સેલિબ્રેશન પંજાબની બેટિંગની 16મી ઓવરમાં કાગીસો રબાડાએ અનોખું સેલિબ્રેશન કર્યું. રબાડાએ ઓવરના છેલ્લા બોલ પર સૂર્યાંશ શેડગેને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. વિકેટ લીધા પછી રબાડાએ મેદાન પર 'ગુલોટિયું' ખાઈને ખાસ ઉજવણી કરી. જેસન હોલ્ડરે 2 બોલમાં 2 વિકેટ

લીધી પ્રથમ ઇનિંગ્સની 18મી ઓવરમાં જેસન હોલ્ડરે સતત બોલ પર બે વિકેટ લીધી. ઓવરના ચોથા બોલ પર તેણે માર્કસ સ્ટોઇનિસને વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવ્યો. તેના પછીના જ બોલ પર હોલ્ડરે ઝેવિયર બાર્ટલેટને શાનદાર ઇન-સ્વિંગર પર ક્લીન બોલ્ડ કર્યો. બોલે બાર્ટલેટના બેટને ચકમો આપતા ઓફ-સ્ટમ્પ ઉડાવી દીધો. માનવ સુથારે યાનસનનો કેચ છોડ્યો 19મી ઓવરમાં અરશદ ખાનના બોલ પર માર્કો યાનસનને જીવનદાન મળ્યું. ઓવરના બીજા બોલ પર યાનસને 'નો-લુક' શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બહુ દૂર ગયો નહીં. ડીપ સ્ક્વેર લેગથી દોડીને આવેલા માનવ સુથાર બોલની નીચે તો પહોંચી ગયા, પરંતુ બોલ તેમના

હાથમાંથી છટકી ગયો. કેચની તક ગુમાવતા બોલર અરશદે પોતાનું માથું પકડી લીધું. ગુજરાતની ઇનિંગ્સમાં 27 બોલ સુધી બાઉન્ડ્રી નહોતી લાગી પંજાબ કિંગ્સની ઇનિંગ્સમાં મિડલ ઓવર્સમાં 27 બોલ સુધી એક પણ બાઉન્ડ્રી આવી નહોતી. 11મી ઓવરમાં ગુજરાતના બેટર નિશાંત સિંધુએ આ દુષ્કાળનો અંત લાવ્યો. ઓવરના ત્રીજા બોલે વિજયકુમાર વૈશાખે શોર્ટ લેન્થ બોલ નાખ્યો. નિશાંતે બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપરથી છગ્ગો ફટકાર્યો. આ પહેલા 6ઠ્ઠી ઓવરના 5મા બોલે છેલ્લી બાઉન્ડ્રી લાગી હતી, જ્યારે સાઈ સુદર્શનને માર્કો યાન્સનના બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. કૂપર કોનોલીએ શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો રનચેઝની 19મી ઓવરમાં પંજાબના ફિલ્ડર કૂપર કોનોલીએ શાનદાર ડાઇવિંગ

કેચ પકડ્યો. ઓવરના 5મા બોલ પર અર્શદીપ સિંહે ગુડ લેન્થ બોલ નાખ્યો. ગુજરાતના બેટર જેસન હોલ્ડરે કાઉ કોર્નર તરફ શોટ રમ્યો, પરંતુ ડીપ મિડ-વિકેટથી દોડતા કૂપર કોનોલીએ ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડી લીધો. સુંદરના છગ્ગાથી ગુજરાત જીત્યું મેચની અંતિમ ક્ષણોમાં ગુજરાતને જીતવા માટે 2 બોલમાં 3 રન બનાવવાના હતા. સ્ટ્રાઈક પર 34 રન બનાવીને રમી રહેલા વોશિંગ્ટન સુંદર હતા. માર્કસ સ્ટોઈનિસે 5મો બોલ યોર્કર નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂકી ગયા. સુંદરે તેને ફુલ ટોસ બનાવતા સ્કૂપ શોટ રમ્યો અને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકાર્યો. આ સાથે ગુજરાતે સતત ત્રીજી જીત નોંધાવી.

Leave a Reply

Related Post