ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વેધરાલ્ડના માથામાં ઈજા, મગજ પર અસર: બાઉન્ડરી બચાવતી વખતે મેટલ બોર્ડ સાથે અથડાયો, બીજા દિવસે મેચમાંથી બહાર થયો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વેધરાલ્ડના માથામાં ઈજા, મગજ પર અસર:બાઉન્ડરી બચાવતી વખતે મેટલ બોર્ડ સાથે અથડાયો, બીજા દિવસે મેચમાંથી બહાર થયો
Email :

ઓસ્ટ્રેલિયાના ઓપનર જેક વેધરાલ્ડના માથામાં ઈજા થઈ છે. શેફિલ્ડ શીલ્ડ ટ્રોફીની પ્રથમ મેચમાં વિક્ટોરિયા સામે ફિલ્ડિંગ દરમિયાન તે બાઉન્ડરી પાસે મેટલ બોર્ડ સાથે અથડાયો હતો. બુધવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં અથડામણ બાદ વેધરાલ્ડ ઠીક હતો. તેણે આખો દિવસ ફિલ્ડિંગ પણ કરી હતી. પરંતુ રાત્રે માથાની ઈજા ગંભીર બની ગઈ. સવારે મેડિકલ ટેસ્ટ બાદ તેને મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તેના સ્થાને

મેથ્યુ ગિલ્ક્સને કન્કશન સબ્સ્ટિટ્યૂટ બનાવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઈજાનો વીડિયો જાહેર કર્યો… ઓલી પીકનો શોટ રોકતી વખતે મેટલ બોર્ડ સાથે માથું અથડાયું આ ઘટના વિક્ટોરિયાની પ્રથમ ઇનિંગ્સની 24મી ઓવરમાં બની હતી. ઓલી પીકે કવર તરફ શોટ રમ્યો હતો. વેધરાલ્ડે બાઉન્ડરી બચાવવા માટે સ્લાઇડ કરી હતી. તે લપસતાં બાઉન્ડરીની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન તેના માથાનો પાછળનો ભાગ બાઉન્ડરી પર

લગાવવામાં આવેલા મેટલ એડવર્ટાઇઝિંગ બોર્ડ સાથે અથડાયો હતો. સાથી ખેલાડીએ તરત જ તેની મદદ કરી હતી. તે સમયે તે ઠીક હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે. લક્ષણો મોડેથી દેખાતા તબીબી તપાસ, વાપસી પ્રોટોકોલ હેઠળ કન્કશન માર્ગદર્શિકા અનુસાર માથા પર ઈજા થવા પર ખેલાડીની તબીબી તપાસ કરવામાં આવે છે. ઈજા ગંભીર હોય તો તેને મેચમાંથી બહાર કરી

દેવામાં આવે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની માર્ગદર્શિકા અનુસાર ખેલાડીનું વાપસી માટે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવું જરૂરી છે. ડોક્ટરની દેખરેખ હેઠળ તેની ધીમે-ધીમે ટ્રેનિંગ શરૂ કરવામાં આવે છે. ખેલાડી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા પછી ઓછામાં ઓછા 14 દિવસ બાદ જ સંપૂર્ણ ટ્રેનિંગ કરી શકે છે અને ઈજાના દિવસથી ઓછામાં ઓછા 21 દિવસ બાદ જ મેચમાં વાપસી કરી શકે છે. આ માટે તબીબી

મંજૂરી જરૂરી છે. ગિલ્ક્સ બીજી ઇનિંગમાં બેટિંગ કરશે સબ્સ્ટિટ્યૂટ મેથ્યુ ગિલ્ક્સ પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરી શકશે નહીં, કારણ કે વેધરાલ્ડ પહેલેથી જ આઉટ થઈ ચૂક્યો છે. જોકે, સાઉથ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં ગિલ્ક્સ બેટિંગ કરવા માટે ઉતરી શકશે. વિક્ટોરિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 244 રન બનાવ્યા. જવાબમાં સાઉથ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે એક વિકેટના નુકસાન પર 4 રન બનાવી લીધા છે. ટીમ હજુ

240 રન પાછળ છે. વેધરાલ્ડ ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર 31 વર્ષીય વેધરાલ્ડ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર છે. તે પોતાની જૂની ટીમ સાઉથ ઓસ્ટ્રેલિયા દ્વારા નેશનલ ટીમમાં વાપસીનો માર્ગ શોધી રહ્યો છે. શેફિલ્ડ શીલ્ડ પહેલાં તેણે સાઉથ ઓસ્ટ્રેલિયા માટે વન-ડે કપમાં 92 રનની ઇનિંગ્સ રમી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શન દ્વારા તેઓ ફરીથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Leave a Reply

Related Post