IPL સાથે ફરી ટકરાઈ શકે છે પાકિસ્તાની લીગની તારીખો: 18 માર્ચથી 2 મે સુધી રમાશે PSL; 8 ટીમનું ફોર્મેટ યથાવત

IPL સાથે ફરી ટકરાઈ શકે છે પાકિસ્તાની લીગની તારીખો:18 માર્ચથી 2 મે સુધી રમાશે PSL; 8 ટીમનું ફોર્મેટ યથાવત
Email :

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ લીગની તારીખો ફરી એકવાર ટકરાઈ શકે છે. PCBએ ગુરુવારે પોતાની લીગ PSL-12નું શેડ્યૂલ જાહેર કર્યું. પાકિસ્તાન ક્રિકેટ લીગની શરૂઆત 18 માર્ચથી થશે. જ્યારે ફાઈનલ મેચ 2 મેના રોજ રમાશે. આ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પણ શરૂ થઈ શકે છે. જોકે, BCCIએ હજુ સુધી તેનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. મોહસિન નકવીએ કહ્યું- PSL 12માં સ્તર ઊંચું કરીશું PCBના ચેરમેન મોહસિન નકવીએ કહ્યું કે PSL-11એ બતાવ્યું કે આ લીગ શું કરવા સક્ષમ

છે. તેમણે રોમાંચક મુકાબલા, રેકોર્ડ દર્શકો અને રેકોર્ડ પ્રસારણ આંકડાઓનો ઉલ્લેખ કર્યો. નકવીએ કહ્યું- PSL 12માં લીગનું સ્તર વધુ ઊંચું કરવામાં આવશે. બોર્ડ વધુ એક શાનદાર સીઝન યોજવા માટે પ્રતિબદ્ધ છે. તમામ ફ્રેન્ચાઇઝીઓને ફરી એક વખત ટાઇટલ માટે સ્પર્ધા કરતા જોવા માટે આતુર છીએ. IPL સાથે ટકરાવ કેમ થઈ શકે? PSLની વિન્ડો માર્ચથી મે વચ્ચે છે, જ્યારે IPL પણ સામાન્ય રીતે આ જ સમયગાળામાં રમાય છે. 2026માં ભારતીય લીગ 28 માર્ચથી શરૂ થઈને 31 મે

સુધી ચાલી હતી. PSL 12ની 18 માર્ચથી 2 મે સુધીની વિન્ડો IPLના શરૂઆતના અને લીગ સ્ટેજના કેટલાક હિસ્સા સાથે ટકરાઈ શકે છે. PSL 11થી ઓક્શન લાગુ થયું PSLની 11મી સીઝનમાં પહેલી વાર 8 ટીમનું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. આ જ સીઝનમાં ખેલાડીઓની પસંદગી માટે ડ્રાફ્ટ સિસ્ટમને બદલે પહેલી વાર પ્લેયર ઓક્શન યોજવામાં આવ્યું. PSL 11ની ફાઇનલમાં પેશાવર ઝલ્મીએ હૈદરાબાદ કિંગ્સમેનને હરાવીને 9 વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું. ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલને 32,461 દર્શકોએ નિહાળી હતી.

Leave a Reply

Related Post