Pitru Paksha 2026: પિતૃ પક્ષની માતૃ નવમીનું વિશેષ મહત્વ, 4 ઓક્ટોબરે આ રીતે કરો શ્રાદ્ધ અને તર્પણ

Pitru Paksha 2026: પિતૃ પક્ષની માતૃ નવમીનું વિશેષ મહત્વ, 4 ઓક્ટોબરે આ રીતે કરો શ્રાદ્ધ અને તર્પણ
Email :

પિતૃ પક્ષમાં આવતી માતૃ નવમી તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને દિવંગત માતાઓ અને પરિવારની અન્ય સ્ત્રી પિતૃઓના સ્મરણ અને શ્રાદ્ધ માટે સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતૃ નવમીના દિવસે માતા, દાદી, સાસુ, બહેન, દીકરી તથા અન્ય દિવંગત સ્ત્રીઓના નામે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.

જો કોઈ મહિલાના અવસાનની ચોક્કસ તિથિ પરિવારને યાદ ન હોય, તો પણ માતૃ નવમીના દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકાય છે, એવી ધાર્મિક માન્યતા છે. કહેવાય છે કે આ દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી માતૃ ઋણમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે. સાથે જ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી માન્યતા છે.

માતૃ નવમી 2026 ક્યારે છે?

પંચાંગ અનુસાર, આશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિનો પ્રારંભ 4 ઓક્ટોબર 2026ના રોજ સવારે 5:51 વાગ્યે થશે અને નવમી તિથિ 5 ઓક્ટોબરના રોજ સવારે 3:53 વાગ્યે પૂર્ણ થશે. તેથી માતૃ નવમી 4 ઓક્ટોબર 2026, રવિવારના દિવસે મનાવવામાં આવશે.

માતૃ નવમીના દિવસે શ્રાદ્ધનો સમય

શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન માટે બપોરનો સમય શુભ માનવામાં આવે છે. માતૃ નવમીના દિવસે કૂતુપ અને રૌહિણ મુહૂર્તમાં શ્રાદ્ધ કર્મ કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે.

આ દિવસે કૂતુપ મુહૂર્ત બપોરે 12:03થી 12:51 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રોહિણ મુહૂર્ત 12:51થી બપોરે 1:39 વાગ્યા સુધી રહેશે. જ્યારે અપરાજીત કાળ બપોરે 1:39થી સાંજે 4:01 વાગ્યા સુધી રહેશે. ધાર્મિક પરંપરા અનુસાર અપરાહ્ન કાળ પૂર્ણ થાય તે પહેલાં શ્રાદ્ધ કર્મ પૂર્ણ કરી લેવું જોઈએ.

માતૃ નવમીના દિવસે કયા નિયમોનું પાલન કરવું?

માતૃ નવમીના દિવસે શ્રાદ્ધ કર્મ દરમિયાન શુદ્ધતા અને સાત્વિકતાનું ખાસ ધ્યાન રાખવાની પરંપરા છે. આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. શ્રાદ્ધ માટે ભોજન બનાવતી વખતે સ્વચ્છતા અને સાત્વિકતાનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કોઈ મહિલાનું અપમાન કે તેની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. શ્રાદ્ધ કર્મ બપોરના કૂતુપ અથવા રૌહિણ મુહૂર્તમાં કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

શ્રાદ્ધનું ભોજન તૈયાર થયા બાદ પંચબલીની પરંપરા મુજબ ગાય, શ્વાન, કાગડો, દેવ અને કીડીઓ માટે અન્નનો ભાગ અલગ કાઢવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા છે અને પછી પરિવારના સભ્યો ભોજન ગ્રહણ કરે છે.

માતૃ નવમીનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર નવમી શ્રાદ્ધ ખાસ કરીને દિવંગત સ્ત્રી પિતૃઓના સ્મરણ માટે મહત્વપૂર્ણ છે. માતૃ નવમીના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણ દ્વારા પરિવારની દિવંગત માતાઓ અને અન્ય સ્ત્રી પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે.

માન્યતા છે કે વિધિપૂર્વક કરવામાં આવેલા આ ધાર્મિક કર્મોથી સ્ત્રી પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના થાય છે અને પરિવારને સુખ, આરોગ્ય, શાંતિ તથા સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચો: Diwali 2026 : 6 નવેમ્બરથી શરૂ થશે પાંચ દિવસનો દીપોત્સવ, જાણો ધનતેરસથી ભાઈબીજ સુધીની સંપૂર્ણ તારીખ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Leave a Reply

Related Post