Shadashtak Yog : 9 ઓક્ટોબરે બનશે બુધ-શનિનો ષડાષ્ટક યોગ, આ રાશિની વધશે મુશ્કેલી

Shadashtak Yog : 9 ઓક્ટોબરે બનશે બુધ-શનિનો ષડાષ્ટક યોગ, આ રાશિની વધશે મુશ્કેલી
Email :

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમની પરસ્પર દૃષ્ટિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા સ્થાન પર હોય છે, ત્યારે તેને ષડાષ્ટક યોગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ યોગને પડકારજનક માનવામાં આવે છે.

9 ઓક્ટોબર 2026ના રોજ બુધ અને શનિ એકબીજાથી 150 ડિગ્રીના અંતરે સ્થિત રહેશે, જેના કારણે ષડાષ્ટક યોગ બનશે. જ્યોતિષમાં છઠ્ઠું ભાવ રોગ, દેવું, શત્રુ અને તણાવ સાથે જોડાયેલું માનવામાં આવે છે, જ્યારે આઠમું ભાવ અચાનક આવતી મુશ્કેલીઓ, અવરોધો અને પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે.

મેષ, મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે સાવચેતી 

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર બુધ અને શનિના આ સંયોગથી કેટલીક રાશિના જાતકોને માનસિક તણાવ, નિર્ણય લેવામાં મૂંઝવણ અને કામકાજમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને મેષ, મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક બાબતોમાં સાવચેતી રાખવાનો બની શકે છે. અચાનક ખર્ચમાં વધારો થવાની શક્યતા જ્યોતિષીય રીતે વ્યક્ત કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં યોગ્ય વિચાર કરવો જરૂરી રહેશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. વાતચીત કરતી વખતે સંયમ રાખવો લાભદાયી રહેશે, કારણ કે ઉતાવળમાં બોલાયેલા શબ્દોથી પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. અન્ય લોકો સાથે બિનજરૂરી મતભેદ ટાળવા અને કોઈ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવા સલાહ આપવામાં આવે છે. કામમાં નાની બેદરકારી પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ સમયગાળામાં પેટ અને ત્વચા સંબંધિત તકલીફો અંગે પણ સાવચેત રહેવું જોઈએ.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે બુધ-શનિનો ષડાષ્ટક યોગ નિર્ણયશક્તિ પર અસર કરી શકે છે તેવી માન્યતા છે. કોઈપણ કામ ઉતાવળમાં કરવાથી નુકસાન થઈ શકે છે. માનસિક તણાવ વધવાની શક્યતા હોવાથી શાંતિથી નિર્ણય લેવો યોગ્ય રહેશે. નાણાકીય લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવી. બિનજરૂરી ખર્ચને કારણે બજેટ ખોરવાઈ શકે છે, તેથી ખર્ચનું યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળામાં સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉતાવળમાં કોઈ કામ કરવાનું ટાળવું અને રોકાણના નિર્ણયો સમજી વિચારીને લેવા. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નજીકના વ્યક્તિ સાથે બિનજરૂરી ચર્ચા કે વિવાદથી દૂર રહેવું યોગ્ય રહેશે.

આ પણ વાંચો: Rahu Transit 2026: 18 મહિના બાદ રાહુનું રાશિ પરિવર્તન, મકરમાં પ્રવેશથી કરિયર અને આર્થિક ક્ષેત્રે થશે ફેરફાર?

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Leave a Reply

Related Post