નવરાત્રિ પહેલાં હોમ લોન-કાર લોનના હપ્તા વધશે!: RBI રેપો રેટમાં કરી શકે છે વધારો, અર્થશાસ્ત્રીઓનું 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન

નવરાત્રિ પહેલાં હોમ લોન-કાર લોનના હપ્તા વધશે!:RBI રેપો રેટમાં કરી શકે છે વધારો, અર્થશાસ્ત્રીઓનું 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન
Email :

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ઓક્ટોબર બેઠક પહેલાં વ્યાજદરને લઈને બજારમાં હલચલ વધી ગઈ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના પોલમાં સામેલ 10 અર્થશાસ્ત્રીઓમાંથી 8એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેનાથી રેપો રેટ 5.25%થી વધીને 5.50% થઈ શકે છે. 5થી 7 ઓક્ટોબર સુધી યોજાશે MPCની બેઠક RBIની 6 સભ્યોની MPCની બેઠક 5થી 7 ઓક્ટોબર 2026 સુધી યોજાશે. બેઠક બાદ 7 ઓક્ટોબરે નીતિની જાહેરાત કરવામાં આવશે. RBIએ છેલ્લી ચાર બેઠકોમાં રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો છે. તે પહેલાં

2025માં રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો ઓક્ટોબરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થાય છે, તો ફેબ્રુઆરી 2023 પછી પહેલી વાર એવું બનશે જ્યારે RBI રેપો રેટમાં વધારો કરશે. ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 6.50% કરવામાં આવ્યો હતો. મોંઘવારીથી RBIની ચિંતા વધી રેપો રેટ વધવાની શક્યતા પાછળ મોંઘવારી એક મોટું કારણ છે. ઓગસ્ટ 2026માં છૂટક મોંઘવારી વધીને 4.82% થઈ ગઈ, જે સતત ત્રીજા મહિને RBIના 4%ના મધ્યમ ગાળાના લક્ષ્યથી ઉપર રહી. ખાદ્ય અને

ઊર્જાના ભાવમાં વધારાથી મોંઘવારી પર દબાણ વધ્યું છે. જથ્થાબંધ મોંઘવારી પણ ઓગસ્ટમાં વધીને 9.92% થઈ ગઈ, જ્યારે જુલાઈમાં તે 9.78% હતી. મોંઘા ક્રૂડ ઓઈલ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આગળ પણ મોંઘવારીનું દબાણ વધવાની ચિંતા છે. અર્થશાસ્ત્રીઓનું 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન બીજી તરફ, ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ પ્રમાણમાં મજબૂત બની રહી છે. આવી સ્થિતિમાં RBI સામે મોંઘવારીને નિયંત્રિત કરવા અને આર્થિક પ્રવૃત્તિઓ જાળવી રાખવા વચ્ચે સંતુલન સાધવાનો પડકાર છે. પોલમાં અર્થશાસ્ત્રીઓએ આ જ કારણસર ઓક્ટોબરમાં 25 બેસિસ પોઈન્ટના વધારાનું અનુમાન વ્યક્ત કર્યું છે. રૂપિયો

અને વિદેશી વ્યાજદરોની પણ અસર આ વર્ષે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે આશરે 6% નબળો પડ્યો છે. અમેરિકા સહિત કેટલીક મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં વ્યાજદરોમાં ફેરફારને કારણે ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાજદરનો તફાવત પણ RBI માટે મહત્વપૂર્ણ બની ગયો છે. વિદેશી રોકાણના પ્રવાહ અને રૂપિયાની સ્થિરતા પર તેની અસર પડી શકે છે. લોન અને EMI પર શું અસર પડશે? જો RBI રેપો રેટમાં વધારો કરે છે, તો બેંકિંગ સિસ્ટમમાં ધિરાણનો ખર્ચ વધી શકે છે. ખાસ કરીને રેપો-લિંક્ડ ફ્લોટિંગ રેટવાળી હોમ લોન, કાલ લોન સહિત

અન્ય લોન પર તેની અસર પડી શકે છે. જોકે વાસ્તવિક EMIમાં ફેરફાર બેંકના વ્યાજદર અને લોનની શરતો પર નિર્ભર રહેશે. હાલમાં રેપો રેટ વધારવા અંગે બજારમાં અટકળો છે, પરંતુ અંતિમ નિર્ણય MPC જ કરશે. તેથી 7 ઓક્ટોબરની જાહેરાતથી સ્પષ્ટ થશે કે RBI વર્તમાન 5.25% દર જાળવી રાખે છે કે વ્યાજ દરોમાં ફેરફાર કરે છે. --------------------------- આ સમાચાર પણ વાંચો: પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું થયું:અમદાવાદમાં પેટ્રોલ ₹106 અને ડીઝલ ₹101 પ્રતિ લિટર થયું, ક્રૂડ ઓઈલ મોંઘુ થવાથી નાયરાએ ભાવ વધાર્યા નાયરા એનર્જીએ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. નવા ભાવ શનિવાર સવારથી જ લાગુ થઈ ગયા છે. અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106.83 અને ડીઝલ ₹100.92 થયું છે. આ વધારા બાદ ભોપાલમાં એક લિટર પેટ્રોલનો ભાવ ₹119.54 અને ડીઝલનો ભાવ ₹103.64 થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારા બાદ છૂટક ભાવો અને વધતી કિંમત વચ્ચેના તફાવતને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

Leave a Reply

Related Post