કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવીને IPL 2026માં પોતાની સતત ત્રીજી જીત નોંધાવી છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, પરંતુ આખી ટીમ 19 ઓવરમાં 165 રન પર સમેટાઈ ગઈ હતી. અંગકૃષ રઘુવંશીની ફિફટી 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા માટે અંગકૃષ રઘુવંશીએ ફિફટી ફટકારી હતી. તેણે 47 બોલમાં 59 રન બનાવ્યા હતા. ઉપરાંત, કેપ્ટન અજિંક્ય રહાણેએ 43 રનનું યોગદાન આપ્યું હતું. રઘુવંશી અને રહાણે વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ થઈ
હતી. રિંકુ સિંહે 11 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે પેટ કમિન્સ, શિવાંગ કુમાર અને સાકિબ હુસૈનને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા, હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે ફિફટી ફટકારી હતી. તેણે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે ઇશાન કિશને 42 રનની મહત્વની ઇનિંગ રમી હતી. હેડ અને ઇશાન વચ્ચે બીજી વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ થઈ હતી. બીજી તરફ, કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ લીધી હતી. બન્ને
ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, આર સ્મરણ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઇશાન મલિંગા, શિવાંગ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રફુલ હિંગે, હર્ષ દુબે, લિયમ લિવિંગસ્ટન, સાકિબ હુસૈન, ઝીશાન અંસારી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સાયફર્ટ.


