ઇસ્કોન બ્રિજ પાસે જોરદાર અકસ્માત, CCTV: ફૂલ સ્પીડમાં જતી સ્વિફ્ટ બેકાબૂ, BMW સહિત 3 કાર અડફેટે લીધી; સાબરમતીમાં PSIએ નશામાં અકસ્માત કર્યો

ઇસ્કોન બ્રિજ પાસે જોરદાર અકસ્માત, CCTV:ફૂલ સ્પીડમાં જતી સ્વિફ્ટ બેકાબૂ, BMW સહિત 3 કાર અડફેટે લીધી; સાબરમતીમાં PSIએ નશામાં અકસ્માત કર્યો
Email :

અમદાવાદમાં ગત રાત્રે ઇસ્કોન બ્રિજ અને સાબરમતીમાં એક-એક અકસ્માત થયા છે. જેમાં ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018) કારના ચાલક હિમાંશુએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ફરી સર્વિસ રોડ પરની BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જ્યારે સાબરમતીમાં થયેલા બીજો અકસ્માત અમદાવાદ શહેર ટ્રાફિકના PSI ભરત પંડ્યાએ કર્યો છે. તેમણે

નશાની હાલતમાં પોતાની ક્રેટા (GJ04 DA6745)થી અકસ્માત કર્યો હતો. તેમજ ડેકીમાં દારૂની બોટલ હતી. પોલીસ ઇસ્કોન બ્રિજ પહોંચે તે પહેલા ગાડીઓને અડફેટે લેનાર હિમાંશુને 108માં સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતની ત્રણ તસવીર સ્વીફ્ટ કારમાં છ લોકો સવાર હતા અકસ્માત સર્જનાર કારચાલક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હિમાંશુ હોવાનું સામે આવ્યું છે. તે પોતાના મિત્ર પાસેથી ફોર-વ્હીલર કાર લાવ્યો હતો. કારમાં કુલ 6 લોકો સવાર હતા.

પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ પાસે આવતા જ ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતના ધડાકાના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. અકસ્માત સમયે BMW કારમાં ચાલક હાજર હતો ઈનોવા કારને વાગેલી ટક્કર એટલી જોરદાર હતી કે તે આગળ પડેલી i20 ગાડી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ થઈને ત્યાં સ્થિત એક BMW કાર સાથે ભટકાઈ હતી. અકસ્માત સમયે BMW કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી. હિમાંશુએ કાર તે ચલાવતો હોવાનું સ્વીકાર્યું સીસીટીવી પણ

જોઈ શકાય છે કે, બેફામ સ્પીડમાં આવતી કાર કેવી રીતે દિશા બદલીને એક પછી એક ગાડીઓનો કચ્ચરઘાણ વાળે છે. કારચાલક હિમાંશુએ પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જ્યો હોવાનું વીડિયોમાં સ્વીકાર્યું છે. એસજી 2 ટ્રાફિક પોલીસ સ્થળે દોડી ગઈ હતી વારંવાર બનતી આવી ઘટનાઓથી હવે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદાના ડર વગર રોડ પર ઓવર સ્પીડિંગમાં ગાડીઓ દોડાવતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા આવા નબીરાઓ સામે પોલીસ ક્યારે સખત પગલા લેશે તે મોટો સવાલ ઉભો થયો છે. હાલ

તો એસજી 2 ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. PSIએ નશામાં અકસ્માત કર્યો, કારમાંથી દારૂની બોટલ મળી આ ઉપરાંત અમદાવાદ શહેરના PSI ભરત પંડ્યાનો પણ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં PSI પંડ્યાની (GJ04 DA6745) ક્રેટાની ડેકીમાં દારૂની બોટલ હતી. તેમણે દારૂ પીધેલી હાલતમાં સાબરમતીના ત્રાગડ રબારી વાસના નાકે ગાડી ચલાવી અક્સ્માત કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ PSI પંડયાને ઘેરીને વિડિયો બનાવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી PSI પંડ્યા અને ગાડીને પોલીસ

સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનથી મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિશાલ બીટ ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા PSI ભરત પંડ્યા રિંગ રોડ તરફ રહે છે. અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અક્સ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો વિડિયો સાથે આક્ષેપ કરવામાં આવ્યા હતા. PSI પંડ્યાને થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી. જે મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી.

Leave a Reply

Related Post