DIY Room Freshener: ઘરે બનાવો નેચરલ રૂમ ફ્રેશનર, તહેવારમાં ઘરનો ખૂણે-ખૂણો સુગંધથી મહેંકશે

DIY Room Freshener: ઘરે બનાવો નેચરલ રૂમ ફ્રેશનર, તહેવારમાં ઘરનો ખૂણે-ખૂણો સુગંધથી મહેંકશે
Email :

ઘણી વખત આખા રૂમની સફાઈ કર્યા પછી પણ અપેક્ષા મુજબ તાજગી અનુભવાતી નથી. ખાસ કરીને બંધ રૂમ, રસોડાની આસપાસનો વિસ્તાર અથવા જૂના ફર્નિચરમાંથી એક ચોક્કસ પ્રકારની હળવી ગંધ આવતી હોય છે. બજારમાં મળતા કેમિકલ વાળા કોમર્શિયલ રૂમ ફ્રેશનર મોંઘા પડે છે અને તેનો વારંવારનો વપરાશ ખર્ચ વધારી દે છે. જો તમે કોઈ પણ જાતના મોટા ખર્ચ વગર ઘરની સામાન્ય વસ્તુઓથી જ રૂમને લાંબા સમય સુધી નેચરલ ફ્રેશ રાખવા માંગતા હો, તો આ આસાન ટિપ્સ ખૂબ ઉપયોગી થશે.

ઘરે સ્પ્રે ફ્રેશનર બનાવવાની આસાન રીત

આ કુદરતી રૂમ ફ્રેશનર બનાવવા માટે તમારે કોઈ મોંઘા સાધનોની જરૂર નથી. એક નાની સ્પ્રે બોટલ, ચોખ્ખું પાણી અને તમારું મનપસંદ એસેન્શિયલ ઓઈલ (અથવા ગુલાબજળ). સ્પ્રે બોટલમાં પાણી ભરી તેમાં એસેન્શિયલ ઓઈલના ૪-૫ ટીપાં ઉમેરો. જો એસેન્શિયલ ઓઈલ ન હોય તો ગુલાબજળ ઉમેરી શકાય છે, જે ખૂબ જ હળવી અને તાજી સુગંધ આપે છે. બોટલ બંધ કરી સારી રીતે હલાવી લો. આ મિશ્રણને પડદા, કાર્પેટ અથવા રૂમના હવાદાર ખૂણાઓમાં સ્પ્રે કરો. જોકે, ફેબ્રિક કે ફર્નિચર પર મોટા પ્રમાણમાં છાંટતા પહેલાં એક નાના ભાગ પર ટેસ્ટિંગ કરી લેવું હિતાવહ છે.

નેચરલ પ્રોડક્ટ્સ અને પોટપોરી (Potpourri) નો ઉપયોગ

જો તમને અવનવી સુગંધ પસંદ હોય, તો તમે વિવિધ નેચરલ ઓપ્શન્સ અજમાવી શકો છો. લેમન ફ્લેવર રૂમમાં તાજગી લાવે છે, જ્યારે લવેન્ડરની શાંત સુગંધ માઈન્ડ રિલેક્સ કરે છે. એક નાના બાઉલમાં સૂકા ગુલાબની પાંખડીઓ, તજનો નાનો ટુકડો અને સૂકી નારંગી (સંતરા)ની છાલ ભેગી કરીને રૂમના એક ખૂણામાં મૂકી દો. આનાથી રૂમમાં કુદરતી સુગંધ ફેલાશે. સમય જતાં સુગંધ ઓછી થાય ત્યારે સામગ્રી બદલી નાખો. રૂમના સુરક્ષિત ખૂણામાં રૂના પૂમડા (Cotton ball) પર એસેન્શિયલ ઓઈલના ૧-૨ ટીપાં મૂકીને રાખી દો, આનાથી પણ ધીમી અને સરસ સુગંધ આવતી રહેશે.

માત્ર ફ્રેશનર જ નહીં, રૂમની સફાઈ અને વેન્ટિલેશન પણ જરૂરી

રૂમમાં દુર્ગંધ દૂર કરવા માટે માત્ર ફ્રેશનર પર આધાર રાખવો પૂરતો નથી. ઘણીવાર ભેજવાળા કપડાં, ડસ્ટબિન, જૂના બૂટ-ચંપલ અથવા જમા થયેલી ધૂળ પણ ગંધનું કારણ બને છે. રોજ થોડા સમય માટે રૂમની બારીઓ ખુલ્લી રાખો જેથી તાજી હવાની અ અવરજવર (Ventilation) થઈ શકે. પડદા અને બેડશીટ નિયમિત ધોતા રહો. રૂમમાં ભીના કપડાં લાંબો સમય ન રાખો અને ડસ્ટબિન દરરોજ ખાલી કરો.

સાવચેતીના નિયમો

એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેને ક્યારેય સીધું ત્વચા પર ન લગાવવું કે ખોરાકમાં ન વાપરવું. જો ઘરમાં નાના બાળકો કે પાલતુ પ્રાણીઓ (Pets) હોય, તો કોટન બોલ કે સ્પ્રે તેમની પહોંચથી દૂર રાખો. જો સુગંધ વધુ પડતી તીવ્ર લાગે, તો ઓઈલનું પ્રમાણ ઓછું કરી દેવું.

આ પણ વાંચો : Hairstyle Trends : ચણિયાચોળી સાથે આ હેરસ્ટાઇલ આપશે પરફેક્ટ ગરબા લૂક! આ નવરાત્રિએ ટ્રાય કરો આ યૂનિક સ્ટાઇલ્સ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post