Vegetables in Fridge : શાકભાજી ઝડપથી બગડી જાય છે? અજમાવો ફ્રિજમાં સ્ટોર કરવાના આ નુસ્ખા

Vegetables in Fridge : શાકભાજી ઝડપથી બગડી જાય છે? અજમાવો ફ્રિજમાં સ્ટોર કરવાના આ નુસ્ખા
Email :

ઉનાળો હોય કે શિયાળો, અઠવાડિયા માટે શાકભાજી એકસાથે ખરીદીને ફ્રિજમાં સ્ટોર કરવી ખૂબ જ સામાન્ય બાબત છે. આનાથી દરરોજ માર્કેટમાં જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે અને સમયની બચત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજમાં રાખેલી બધી શાકભાજી લાંબો સમય તાજી રહેતી નથી? શાકભાજીને ફક્ત રેફ્રિજરેટરમાં મૂકી દેવી પૂરતી નથી; તેના માટે યોગ્ય તાપમાન, ભેજનું પ્રમાણ અને પેકેજિંગ પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે કઈ શાકભાજી ફ્રિજમાં કેટલા સમય સુધી સુરક્ષિત રહે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી બગડવાનું જોખમ વધુ

પાલક, મેથી, તાંજળજો અને લીલા ધાણા જેવા પાંદડાવાળા શાકભાજી અન્ય શાકભાજીની સરખામણીએ ખૂબ જ ઝડપથી કરમાઈ કે બગડી જાય છે. ફ્રિજમાં મૂકતા પહેલાં તેને સારી રીતે સાફ કરી લો. તેમાં જો ભેજ કે પાણી રહી જશે તો તે તરત સડી જશે. પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ ૨-૩ દિવસમાં જ કરી લેવો હિતાવહ છે. જો પાંદડા કાળા પડી જાય, તેમાંથી દુર્ગંધ આવે કે તે ચીકણા થઈ જાય, તો તેનો ઉપયોગ કરવો ટાળવો.

ગાજર, કેપ્સિકમ અને ફણસીની શેલ્ફ લાઈફ

ગાજર, ફણસી અને શિમલા મરચાં (Capsicum) જેવાં શાકભાજી યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો અઠવાડિયા સુધી તાજાં રહી શકે છે. આ પ્રકારની શાકભાજીને ફ્રિજમાં નીચે આપેલા 'વેજીટેબલ ડ્રોઅર'માં રાખવી શ્રેષ્ઠ છે. શાકભાજીને એકદમ એર-ટાઈટ પેક કરવાને બદલે હવાની અવરજવર (Ventilation) થઈ શકે તેવા નેટ બેગ અથવા કાગળમાં રાખો. આખી શાકભાજી કરતાં કાપેલી શાકભાજી ઝડપથી બગડી જતી હોવાથી, જ્યારે જરૂર હોય ત્યારે જ તેને કાપવી જોઈએ.

બટાકા, ડુંગળી અને લસણને ફ્રિજમાં ન રાખો

ઘણા લોકો બટાકા અને ડુંગળી પણ ફ્રિજમાં મૂકવાની ભૂલ કરતા હોય છે, પરંતુ આ શાકભાજીને રેફ્રિજરેટરમાં રાખવાની જરૂર હોતી નથી. તેમને ઓરડાના સામાન્ય તાપમાને સૂકી, ઠંડી અને હવાદાર જગ્યાએ જ રાખવા જોઈએ. ફ્રિજના ભેજવાળા વાતાવરણમાં બટાકા-ડુંગળી રાખવાથી તેમાં અંકુર ફૂટી નીકળે છે અથવા તો તે અંદરથી સડવા લાગે છે.

સમારેલાં અને રાંધેલાં શાકભાજીમાં વધુ કાળજી જરૂરી

કાપેલાં શાકભાજી: શાકભાજી કાપ્યા પછી તેની સપાટી ખુલ્લી થવાથી બેક્ટેરિયાનું જોખમ વધી જાય છે. તેથી તેને સ્વચ્છ એર-ટાઈટ કન્ટેનરમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે વાપરી લેવું. વધેલાં રાંધેલાં શાકને બહાર લાંબો સમય રાખવાને બદલે સહેજ ઠંડું પડે એટલે તરત જ ફ્રિજમાં મૂકી દો. તેને ફરીથી ખાતાં પહેલાં બરાબર ગરમ કરવું જરૂરી છે.

આ પણ વાંચો : Childhood Obesity: જમતી વખતે મોબાઈલ જોવાની ટેવ બાળકોને બનાવી રહી છે ગંભીર બિમારીઓનો શિકાર

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post