મોદીએ કહ્યું- બેંક, હોસ્પિટલ, સરકારી કચેરીઓ લોકોના ફોનમાં: તેનાથી ₹5 હજાર કરોડ ખોટા હાથોમાં જતા બચ્યા; 2022માં અહીંથી જ 5Gની શરૂઆત થઈ

મોદીએ કહ્યું- બેંક, હોસ્પિટલ, સરકારી કચેરીઓ લોકોના ફોનમાં:તેનાથી ₹5 હજાર કરોડ ખોટા હાથોમાં જતા બચ્યા; 2022માં અહીંથી જ 5Gની શરૂઆત થઈ
Email :

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના આજે બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું, "આજે સરકારની સેંકડો સેવાઓ મોબાઇલ પર થાય છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીને નાણાં સીધા લોકોના ખાતામાં જઈ રહ્યાં છે. 5 લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતાં બચ્યા છે." તેમણે કહ્યું, "દેશના ખૂણે-ખૂણે 5G કનેક્ટિવિટી, અગાઉ ડિજિટલ ડિવાઇડ એક પડકાર હતો. ડેટા-ફોન સસ્તા કેવી રીતે થયા, ભારતના ફોકસને સમજશો તો ખબર પડશે." તેમણે કહ્યું કે 2022માં આ જ મંચ પરથી અમે દેશમાં 5Gની શરૂઆત કરી હતી. 2023માં અમે જણાવ્યું હતું કે ભારત 5Gની દિશામાં કેવી

રીતે આગળ વધી રહ્યું છે. મોદીએ સંબોધન કરતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું AI અને 6G પર ફોકસ રહેશે. ત્રણ દિવસમાં અહીં 100થી વધુ દેશોના દોઢ લાખ લોકો ભાગ લેશે. મોદીએ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું ગઈકાલે દેશસેવા કરતાં કરતાં 25 વર્ષ પૂર્ણ થયા. હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આ સંયોગ છે કે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસને 10 વર્ષ પૂર્ણ થયાં છે. ગર્વની વાત છે કે જીએસએમએ બોર્ડની બેઠક માટે ભારતની પસંદગી કરવામાં

આવી. આજે સવારે સમાચાર આવ્યા કે જાણીતા અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ સુપર સ્ટાર હતા, જેમણે પોતાના પાત્રો દ્વારા દર્શકોનાં દિલ જીતી લીધાં. મોદીએ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીના ભાષણની 5 મોટી વાતો.. 1. હવે મોબાઇલ માત્ર વાતચીતનું સાધન રહ્યો નથી પીએમ મોદીએ કહ્યું કે આજે મોબાઇલ ફોન માત્ર ગપસપ કે ચેટ કરવા માટેનું માધ્યમ રહ્યો નથી, પરંતુ તે સામાન્ય લોકો સુધી સરકારી સુવિધાઓ પહોંચાડવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. ભાષા અથવા અંતરની અડચણો

દૂર થઈ ગઈ છે. હવે લોકોને કચેરીઓના ચક્કર કાપવાની અને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી, જેના કારણે તેમનો સમય અને પૈસા બંને બચી રહ્યા છે. 2. મોબાઇલ સુશાસનનું મોટું સાધન બન્યું ભારતમાં ટેલિકોમનો અર્થ હવે માત્ર નેટવર્ક, સ્પેક્ટ્રમ અથવા ઇન્ટરનેટની ઝડપ પૂરતો સીમિત રહ્યો નથી. પીએમએ કહ્યું કે ભારતીયો માટે આ તેના કરતાં ઘણું આગળની બાબત છે. મોબાઇલ કનેક્ટિવિટી ડિજિટલ ગવર્નન્સની કરોડરજ્જુ બની ચૂકી છે, જેના કારણે સરકારની દરેક યોજના સીધી અને પારદર્શક રીતે જરૂરિયાતમંદ નાગરિક સુધી પહોંચી રહી છે. 3.

ડીબીટી દ્વારા ₹50 લાખ કરોડ સીધા ખાતાઓમાં મોકલ્યા, વચેટિયાઓ પર લગામ મોદીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા અત્યાર સુધીમાં આશરે ₹50 લાખ કરોડ સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં મોકલવામાં આવ્યા છે. આ સિસ્ટમને કારણે વચેટિયાઓ અને છેતરપિંડી પર રોક લાગી છે અને આશરે ₹5 લાખ કરોડ ખોટા હાથોમાં જતાં બચી ગયા છે. 4. જેમની કાળી કમાણી બંધ થઈ, તેઓ મોદીને પસંદ નહીં કરે ડીબીટીથી થયેલી બચત પર વિપક્ષ અને દલાલો પર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું, “જે લોકોની આ ગેરકાયદેસર કમાણી બંધ થઈ

ગઈ છે, તેઓ સ્વાભાવિક રીતે મોદીને પસંદ નહીં કરે. તેઓ ભલે ગમે તેટલો શોર મચાવતા રહે, પરંતુ અમે જનતાનો હક સીધો જનતા સુધી પહોંચાડવાનો મક્કમ સંકલ્પ લીધો હતો અને તેને પૂર્ણ કર્યો છે.” 5. દેશમાં 5.5 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન કાર્યરત ભારતમાં ટેલિકોમ ક્ષેત્રના ઝડપથી વધતા વ્યાપનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યું કે 2022માં આ જ મંચ પરથી 5Gની શરૂઆત થઈ હતી અને આજે દેશભરમાં 5.5 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન કાર્યરત છે. ભારત ટેક્નોલોજી અપનાવવાના મામલે દુનિયામાં સૌથી ઝડપી ગતિએ આગળ વધ્યું છે.

Leave a Reply

Related Post