બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર: FD પર હવે વધારે વ્યાજ મળશે, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર:FD પર હવે વધારે વ્યાજ મળશે, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
Email :

RBIએ 7 ઓક્ટોબરે રેપો રેટ વધારવાની જાહેરાત કરી. હવે તે 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2023 પછી આરબીઆઈએ પહેલીવાર રેપો રેટ વધાર્યો છે. બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખનારા લોકો માટે આ સારા સમાચાર છે. હવે તેમને તેમની FD પર પહેલાં કરતાં વધુ વળતર મળશે. રેપો રેટ વધવાથી FD કરાવનારાને ફાયદો બેંકોના વ્યાજદર એક બેન્ચમાર્ક સાથે જોડાયેલા હોય છે. મોટાભાગની બેંકો બેન્ચમાર્ક તરીકે રેપો રેટનો ઉપયોગ કરે છે. તેથી રેપો રેટ વધે ત્યારે તેમણે

પણ વ્યાજદર વધારવો પડે છે. જેના કારણે હોમ લોન અથવા કાર લોન લેનારા લોકો માટે લોન લેવી મોંઘી થઈ જાય છે. પરંતુ, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખનારા લોકોને વ્યાજદર વધવાથી ફાયદો થાય છે. FD પર વ્યાજદર વધવામાં થોડો સમય લાગી શકે નિષ્ણાતોનું કહેવું છે કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયા બાદ બેંકોની એફડી પર વ્યાજદર વધવામાં થોડો સમય લાગી શકે છે. તેનું કારણ એ છે કે બેંકો ડિપોઝિટની જરૂરિયાત, લોનની માગ અને પોતાની એસેટ ક્વોલિટીનું

મૂલ્યાંકન કર્યા બાદ જ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર વધારવાનો નિર્ણય લે છે. તેથી રેપો રેટ વધવાની અસર એફડીના વ્યાજદર પર પડવામાં થોડો સમય લાગે છે. સ્મોલ ફાઇનાન્સ બેંકોનો વ્યાજદર સૌથી વધુ હાલમાં મોટાભાગની સરકારી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.30થી 6.65 ટકા વ્યાજદર ઓફર કરી રહી છે. ખાનગી અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનો વ્યાજદર થોડો વધુ છે. નાની-મોટી તમામ બેંકો સામાન્ય રોકાણકારોની તુલનામાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજદર ઓફર કરે છે. જોકે, એફડીની અવધિ અનુસાર વ્યાજદરમાં તફાવત હોય

છે. સૌથી વધુ વ્યાજ આપતી બેંકોમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો સૌથી આગળ છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝન્સને 8.50% સુધીનું વ્યાજ આપી રહી છે. પ્રાઈવેટ બેંકોમાં કેટલું વ્યાજ? પ્રાઈવેટ બેંકોમાં DCB બેંક સિનિયર સિટિઝન્સને મહત્તમ 8% સુધીનું વ્યાજ આપી રહી છે. બંધન બેંકમાં આ દર 7.95% છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંકમાં 7.75% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. આ ઉપરાંત IDFC ફર્સ્ટ બેંક 7.35%, કોટક મહિન્દ્રા બેંક

7.15% અને HDFC બેંક તથા ICICI બેંક 7.10% સુધીનું વ્યાજ આપી રહી છે. જો સરકારી બેંકોની વાત કરીએ તો બેંક ઓફ ઈન્ડિયાનો મહત્તમ વ્યાજ દર 7.45% છે. બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7.25% સુધી વ્યાજ આપી રહી છે. ઇન્ડિયન બેંકમાં દર 7.15% છે, જ્યારે કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને પંજાબ નેશનલ બેંકમાં દર 7.10% સુધી છે. SBI અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મહત્તમ વ્યાજ 7.05% સુધી છે. નવી FD કરાવતા પહેલાં આ બાબતોનું

ધ્યાન રાખો જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવા માંગતા હો, તો તમારા માટે થોડો સમય રાહ જોવી યોગ્ય રહેશે. તેનું કારણ એ છે કે રેપો રેટ વધ્યા બાદ બેંકોને FD પર વ્યાજદર વધારવામાં થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે. તમારે એફડી પર બેંકોના નવા વ્યાજદર જોયા બાદ એફડી કરવાનો નિર્ણય લેવો જોઈએ. FDના વ્યાજદરમાં થોડો તફાવત વળતરમાં મોટો ફેરફાર લાવે છે. ખાસ કરીને એફડીની રકમ વધુ હોય ત્યારે આ તફાવત ઘણો મહત્વનો બની જાય છે. રોકાણકારો

માટે કયો પ્લાન યોગ્ય છે? જેમની FD પહેલેથી ચાલી રહી છે, તેમને પરેશાન થવાની જરૂર નથી. તેમની જમા મૂડી પર પહેલેથી નક્કી કરાયેલા દર મુજબ જ વ્યાજ મળતું રહેશે. પરંતુ નવા રોકાણ અથવા રિન્યુઅલ માટે આ સમય ઘણો અનુકૂળ હોઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા સમયે રોકાણકારોએ ‘લેડરિંગ’ની પદ્ધતિ અપનાવવી જોઈએ. લેડરિંગનો અર્થ એ છે કે તમારા બધા પૈસા કોઈ એક મોટી એફડીમાં એકસાથે ન રોકો. તેના બદલે તમારી કુલ રકમને નાના-નાના હિસ્સામાં વહેંચીને અલગ-અલગ

સમયે મેચ્યોર થતી એફડીમાં રોકાણ કરો. તેનાથી તમારી કેટલીક FD નિયમિત સમયાંતરે પૂર્ણ થતી રહેશે. જ્યારે તે મેચ્યોર થશે, ત્યારે તમે તે પૈસાને તે સમયના વધેલા વ્યાજ દરે ફરીથી રોકી શકશો. સાથે જ કોઈ ઇમરજન્સીમાં તમારી પાસે જરૂરિયાત પૂરતા પૈસા પણ ઉપલબ્ધ રહેશે. આ રીતે રોકાણકારો વ્યાજદરોમાં થતા વધઘટ વચ્ચે પણ સતત વધુ સારો નફો કમાઈ શકે છે. --------------------------- આ સમાચાર પણ વાંચો: મોંઘવારી વધી, હવે લોન લેવી અને ચૂકવવી પણ મોંઘી:RBIની ચેતવણી- હજુ ભાવ વધશે; તહેવારોની

સીઝનમાં ખરીદી ઘટવાની આશંકા મોંઘવારી હજુ વધવાની છે, એ તો નક્કી છે. સાથે જ બેંકો પાસેથી લોન લેવી પણ મોંઘી થવાની છે. આ વાતો રિઝર્વ બેંક એટલે કે RBIની છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને RBIએ રેપો રેટ 5.25%થી વધારીને 5.50% કરી દીધો છે. ફેબ્રુઆરી 2023 એટલે કે લગભગ 4 વર્ષ બાદ રેપો રેટ વધારવો પડ્યો છે. આ વખતે આ વધારો તહેવારોની મોસમના બરાબર પહેલાં થયો છે, જ્યારે લોકો સૌથી વધુ ખરીદી કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

Leave a Reply

Related Post