સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો: 72,150 પર ટ્રેડ થઈ રહ્યો, નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટ્યો, રિયલ્ટી અને મેટલ શેરોમાં વધુ વેચવાલી

સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો:72,150 પર ટ્રેડ થઈ રહ્યો, નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટ્યો, રિયલ્ટી અને મેટલ શેરોમાં વધુ વેચવાલી
Email :

શેરબજારમાં આજે એટલે કે 8 ઓક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં આશરે 500 પોઈન્ટના ઘટાડા સાથે તે 72,150 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઘટાડો છે, તે 22,400ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ અને રિયલ્ટી શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે. આજે વિશાલ નિર્મિતિ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીના

શેરોનું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. તેમાં વિશાલ નિર્મિતિનું લિસ્ટિંગ નેગેટિવ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનું લિસ્ટિંગ પોઝિટિવ રહ્યું. વિશાલ નિર્મિતિ: ઈશ્યૂ પ્રાઈસ 220 રૂપિયા NSE પર 2.27% ડિસ્કાઉન્ટ સાથે 215 રૂપિયામાં લિસ્ટ થયું. BSE પર 2.27% ડિસ્કાઉન્ટ સાથે 215 રૂપિયામાં લિસ્ટ થયું. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 7 ઑક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં

17 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો નોંધાયો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 7 ઓક્ટોબરે પણ બજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 72,639ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ આશરે 173 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 22,603 પર બંધ થયો હતો.

Leave a Reply

Related Post