અમદાવાદમાં ભારતે બીજી યુથ ટેસ્ટ જીતી: ઓસ્ટ્રેલિયાને 10 વિકેટે હરાવ્યું, તન્મય બાલોદાએ 14 વિકેટ લીધી; ચાર દિવસીય સિરીઝ 2-0થી પોતાના નામે કરી

અમદાવાદમાં ભારતે બીજી યુથ ટેસ્ટ જીતી:ઓસ્ટ્રેલિયાને 10 વિકેટે હરાવ્યું, તન્મય બાલોદાએ 14 વિકેટ લીધી; ચાર દિવસીય સિરીઝ 2-0થી પોતાના નામે કરી
Email :

અમદાવાદમાં રમાયેલી બીજી ચાર દિવસીય મેચમાં ભારત અંડર-19એ ઓસ્ટ્રેલિયા અંડર-19ને 10 વિકેટે હરાવ્યું. હરિયાણાના ડાબોડી સ્પિનર તન્મય બાલોડાની શાનદાર બોલિંગના દમ પર ભારતે ત્રીજા દિવસે જ મેચ પોતાના નામે કરી લીધી. બાલોડાએ બંને ઇનિંગમાં કુલ 73 રન આપીને 14 વિકેટ ઝડપી. આ જીત સાથે ભારતે બે મેચની ચાર દિવસીય સિરીઝ 2-0થી જીતી લીધી. આ પહેલાં ભારતીય ટીમે વન-ડે સિરીઝ પણ

3-0થી પોતાના નામે કરી હતી. ત્રીજા દિવસે બાલોડાએ શરૂઆતની 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પોતાની બીજી ઇનિંગ્સ 4 વિકેટે 86 રનથી આગળ શરૂ કરી. પહેલી ઇનિંગ્સમાં 141 રનથી પાછળ રહ્યા બાદ ટીમને મોટી ભાગીદારીની જરૂર હતી, પરંતુ બાલોદાએ દિવસની શરૂઆતની ચાર ઓવરમાં જ જેડ હોલિક અને ચાર્લી હેન્ડરસનને આઉટ કરી દીધા. આ પછી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દબાણમાં

આવી ગઈ. મિડિયમ પેસર પ્રિયાંશુ સિંહે જેકબ પીર્ટ્ઝ અને થોમસ વાસિઓને પેવેલિયન મોકલ્યા. 151 રને સમેટાઈ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ બાલોદાએ ત્યારબાદ પેટ્રિક સુલિવાન અને ટીમના ટોપ સ્કોરર બ્લેક કેટલને આઉટ કર્યા. કેટલે 63 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ 151 રનમાં સમેટાઈ ગઈ. બાલોદાએ બીજી ઇનિંગ્સમાં 41 રન આપીને 8 વિકેટ ઝડપી. આ પહેલાં તેણે પ્રથમ ઇનિંગ્સમાં 32 રન આપીને 6

વિકેટ ઝડપી હતી. આ રીતે મેચમાં તેના ખાતામાં કુલ 14 વિકેટ રહી. તેને સસ્પેન્ડ કરાયેલા રોહિત યાદવની જગ્યાએ છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કર્યો હતો. ભારતે 5 બોલમાં 11 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો ઓસ્ટ્રેલિયા 151 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત સામે જીતવા માટે માત્ર 11 રનનો ટાર્ગેટ હતો. ઓપનિંગ બેટર લક્ષ્ય રાયચંદાનીએ સ્પેન્સર ગ્રીનની પહેલી જ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા અને

5 બોલમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ભારતને જીત અપાવી. પહેલી ઇનિંગ્સમાં ભારતે 141 રનની લીડ મેળવી હતી ટૉસ હારતા પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે કેપ્ટન યશવર્ધન ચૌહાણના 52 અને વિકેટકીપર બેટર અભિપ્રાય બિસ્વાસના 73 રનની મદદથી 315 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર સ્પેન્સર ગ્રીને 110 રન આપીને

7 વિકેટ ઝડપી. તેમ છતાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 141 રનની લીડ મેળવી, જે અંતે મેચમાં નિર્ણાયક અંતર સાબિત થઈ. ભારતે ચાર દિવસીય સિરીઝ 2-0થી જીતી ભારતે રાજકોટમાં પ્રથમ ચાર દિવસીય મેચ એક ઇનિંગ્સ અને 48 રનથી જીતી હતી. અમદાવાદમાં જીત સાથે ભારતીય અંડર-19 ટીમે સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી. આ પહેલાં વન-ડે સિરીઝમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવ્યું હતું.

Leave a Reply

Related Post