Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the acf domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/codefire/newgujaratsamachar.com/wp-includes/functions.php on line 6131
New Gujarat Samachar

Warning: Undefined variable $postId in /home/codefire/newgujaratsamachar.com/wp-content/themes/navu-gujarat/single.php on line 6

ગુજરાતે સતત મેચ ત્રીજી જીતી: પંજાબે સીઝનની બીજી મેચ ગુમાવી; સાઈ સુદર્શનની શાનદાર ફિફ્ટી, જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી

ગુજરાતે સતત મેચ ત્રીજી જીતી:પંજાબે સીઝનની બીજી મેચ ગુમાવી; સાઈ સુદર્શનની શાનદાર ફિફ્ટી, જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી
Email :

ગુજરાત ટાઇટન્સે IPLમાં રવિવારની બીજી મેચમાં ટેબલ ટૉપર પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું છે. ટીમે સતત ત્રીજી મેચમાં જીત મેળવી છે, જ્યારે પંજાબે સતત બીજી મેચ ગુમાવી છે. આ હાર છતાં પંજાબ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર યથાવત છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. ગુજરાતે 164 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. સુંદરે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારી, બટલર સાથે મહત્વની ભાગીદારી કરી રન ચેઝમાં ગુજરાતે 16 રનના સ્કોર પર કેપ્ટન શુભમન ગિલ (5 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને અર્શદીપ સિંહે કેચ આઉટ કરાવ્યો હતો. અહીંથી સાઈ સુદર્શને મોરચો સંભાળ્યો હતો. તેણે જોસ બટલર સાથે મળીને સ્કોર 69 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ નિશાંત સિંધુ સાથે મળીને ટીમને 100 રનને પાર પહોંચાડી હતી. જ્યારે સુદર્શન આઉટ થયો ત્યાં સુધીમાં ટીમ 124 રનના સ્કોર સુધી પહોંચી ગઈ હતી. બાકીનું કામ વોશિંગ્ટન સુંદર અને રાહુલ

તેવટિયાએ પૂરું કર્યું હતું. સૂર્યાંશ શેડગેની ફિફ્ટી એળે ગઈ પંજાબની ટીમે 47 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યાંશ શેડગેએ માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને 44 બોલમાં 79 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સ્ટોઇનિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી ગુજરાત તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાને 2-2 વિકેટ મળી હતી. IPL-2026નું પોઇન્ટ્સ ટેબલ

Leave a Reply

Related Post