Hair Jel Mask : ખરબચડા વાળ રેશમી સાડી જેવા સિલ્કી થશે, કુદરતી વસ્તુઓથી બનાવો જેલ માસ્ક

Hair Jel Mask : ખરબચડા વાળ રેશમી સાડી જેવા સિલ્કી થશે, કુદરતી વસ્તુઓથી બનાવો જેલ માસ્ક
Email :

વાળની સમસ્યા દરેક લોકોને થાય છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને વધુ પડતી બ્યુટી પ્રોડક્ટના ઉપયોગના કારણે વાળ ખરબચડા અને શુષ્ક થાય છે. જયારે પણ વાળને સ્પર્શ કરો ત્યારે તે નિર્જીવ લાગતા સમગ્ર દેખાવ ખરાબ કરે છે. ફક્ત ચહેરો જ નહીં વાળની સુંદરતા પણ લુકને આકર્ષક બનાવે છે. જો તમે પણ ખરબચડા, શુષ્ક અને નિર્જીવ વાળે સિલ્કી બનાવવા ઇચ્છો છો તો આ ઘરેલુ નુસખો જરૂર અજમાવો. તમે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને જેલ માસ્ક બનાવી વાળને મુલાયમ અને રેશમી સાડી જેવા સિલ્કી બનાવી શકો છો.

ખરબચડા અને શુષ્ક વાળનો ઘરેલુ નુસખો

ભીંડાનું જેલ (ઓકરા જેલ): જો તમારા વાળ આગળથી સપાટ દેખાતા હોય અને તેમાં ઉછાળ ન હોય, તો ભીંડાનું જેલ ખૂબ જ ફાયદાકારક છે. થોડા ભીંડાના નાના ટુકડા કરીને પાણીમાં 10 થી 15 મિનિટ સુધી ઉકાળો જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે ચીકણું ન થઈ જાય. ત્યારબાદ તેને સુતરાઉ કપડાથી ગાળી લો. આ તૈયાર થયેલા જેલમાં નારિયેળ તેલ અથવા બદામનું તેલ અને 2 થી 3 વિટામિન 'ઈ' કેપ્સ્યુલ મિક્સ કરીને વાળમાં લગાવો અને 30 મિનિટ પછી વાળ ધોઈ લો.

અળસીનું જેલ (ફ્લેક્સસીડ જેલ): વાળમાં કુદરતી ચમક લાવવા અને વાળ ખરતા અટકાવવા માટે અળસીનું જેલ અત્યંત અસરકારક છે. અળસીના બીજને પાણીમાં જેલ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો (જો ઈચ્છો તો તેમાં મેથીના દાણા પણ ઉમેરી શકો છો). જેલ ચીકણું થઈ જાય એટલે તેને સુતરાઉ કપડાથી ગાળી લો અને મૂળથી છેડા સુધી સારી રીતે લગાવો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવાથી વાળ ખૂબ જ મુલાયમ બને છે.

ચોખાનું પાણી અને જેલ: ચોખાનું પાણી વાળ અને ત્વચા બંને માટે ચમત્કારી ફાયદા આપે છે. આ જેલ બનાવવા માટે ચોખાને પાણીમાં ઉકાળો જેથી તે જેલ જેવી સુસંગતતા પકડે. તમે તેને સીધું લગાવી શકો છો અથવા થોડા રાંધેલા ભાત સાથે ભેળવીને પીસી શકો છો, જેથી જાડું ક્રીમી જેલ તૈયાર થાય. આ મિશ્રણમાં વિટામિન 'ઈ' કેપ્સ્યુલ્સ ઉમેરીને વાળ પર સારી રીતે લગાવી શકાય છે.

હિબિસ્કસ (જાસૂદ) જેલ: વાળના પોષણ માટે જાસૂદ ખૂબ જ ગુણકારી છે. તાજા જાસૂદના ફૂલો અને પાંદડા લો, તેનું પુંકેસર કાઢીને બરાબર ધોઈ લો. હવે તેને પાણીમાં ઉકાળીને ચીકણું પ્રવાહી બનાવો. ઠંડુ થયા પછી તેને મિક્સરમાં પીસીને ચાળણીથી ગાળી લો. આ જેલને સીધા વાળમાં લગાવી શકો છો અથવા વધુ સરળતા માટે તેને તમારા શેમ્પૂ સાથે પણ ભેળવીને ઉપયોગમાં લઈ શકો છો.

એલોવેરા જેલ હેર માસ્ક: એલોવેરા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળને હેલ્ધી રાખે છે. તમે બજારમાંથી મળતું એલોવેરા જેલ અથવા વનસ્પતિના તાજા પાંદડામાંથી કાઢેલું જેલ વાપરી શકો છો. આ જેલમાં વિટામિન 'ઈ' કેપ્સ્યુલ, બદામનું તેલ અથવા ઓલિવ તેલ મિક્સ કરો. આ માસ્કને દરેક શેમ્પૂ કરવાના એક કલાક પહેલાં વાળમાં લગાવો, જેનાથી થોડા જ દિવસોમાં ઉત્તમ પરિણામો જોવા મળશે.

વાળની સંભાળમાં રાખો ધ્યાન

વાળની સંભાળ માટે દરરોજ થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી વાળ મજબૂત અને ચમકદાર બને. સપ્તાહમાં બે વાર કુદરતી તેલથી માથામાં હળવા હાથે માલિશ કરવી જોઈએ અને હળવા શેમ્પૂથી જ વાળ ધોવા જોઈએ. વાળ ધોયા પછી કંડિશનરનો ઉપયોગ કરવો અને વધુ પડતા કેમિકલ કે ગરમ સાધનોનો વપરાશ ટાળવો જોઈએ. આ ઉપરાંત, પૌષ્ટિક આહાર લેવો અને પૂરતું પાણી પીવું જેથી વાળને અંદરથી પોષણ મળે અને ખરવાની સમસ્યા દૂર થાય.

આ પણ વાંચો : Glowing Skin Tips: ચહેરો કાચ જેવો ચમકશે, માત્ર આ એક વસ્તુથી બનાવ ફેસ વોટર

Leave a Reply

Related Post