Navratri 2026 : IV ડ્રિપ થેરાપી શું છે? ગરબામાં ગ્લો અને સ્ટેમિના માટે યુવાનો ખર્ચી રહ્યા છે હજારો રૂપિયા

Navratri 2026 : IV ડ્રિપ થેરાપી શું છે? ગરબામાં ગ્લો અને સ્ટેમિના માટે યુવાનો ખર્ચી રહ્યા છે હજારો રૂપિયા
Email :

નવરાત્રીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ગરબા અને દાંડિયા રાસની તૈયારીઓમાં મશગૂલ બની ગયા છે. આ દરમિયાન અમદાવાદના Gen Z (યુવા પેઢી) માં એક નવો જ વેલનેસ ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. નવ દિવસ સુધી સતત ગરબા રમવા માટે જરૂરી ઉર્જા (Stamina) જાળવી રાખવા અને ત્વચા પર નેચરલ ગ્લો લાવવા માટે યુવાનો IV ડ્રિપ થેરાપી (IV Drip Therapy) નો આશરો લઈ રહ્યા છે. તહેવાર પહેલાં સુંદરતા અને ફિટનેસ માટેનો આ ટ્રેન્ડ હાલ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

IV ડ્રિપ થેરાપી શું છે?

IV થેરાપી એ એક એવી તબીબી પ્રક્રિયા છે જેમાં જરૂરી પ્રવાહી અને પોષક તત્વોને નસ (Vein) દ્વારા સીધા જ શરીરમાં પહોંચાડવામાં આવે છે. વેલનેસ અને બ્યુટી ક્લિનિક્સ દ્વારા આ માટે વિવિધ પ્રકારના ડ્રિપ્સ ઓફર કરવામાં આવે છે. મલ્ટીવિટામિન્સ, વિટામિન C, વિટામિન B, ઝિંક, મેગ્નેશિયમ અને ગ્લુટાથિઓન (Glutathione). આ થેરાપી શરીરને તાત્કાલિક રીહાઇડ્રેટ કરે છે, એનર્જી લેવલ વધારે છે અને ત્વચાની રંગત સુધારીને ચમક લાવવામાં મદદ કરે છે.

અમદાવાદના યુવાનોમાં કેમ વધી રહ્યો છે આ ટ્રેન્ડ?

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન લોકો મોડી રાત સુધી કલાકો સુધી સતત ગરબા રમે છે. પોશાક અને મેકઅપ પાછળ ભારે મહેનત કર્યા પછી, આખા ઉત્સવ દરમિયાન ફ્રેશ અને ગ્લોઇંગ દેખાવા માટે યુવાનો સામાન્ય સ્કિનકેર પ્રોડક્ટ્સને બદલે હવે કલાકોમાં અસર બતાવતી IV ડ્રિપ સારવાર પસંદ કરી રહ્યા છે. આ થેરાપી લેનારા એક યુવતીએ પોતાના અનુભવ અમારી સાથે શેર કરતાં જણાવ્યું કે, "કામના કલાકો અને રાત્રે ગરબા પ્રેક્ટિસના કારણે ત્વચા નિસ્તેજ દેખાતી હતી. ગરબા ગ્રુપના મિત્રોની સલાહથી મેં ગ્લો ડ્રિપ લીધી છે જેથી નવરાત્રીના ફોટામાં ત્વચા તાજી દેખાય અને શરીરમાં ઉર્જા રહે."

એક સત્રના રુ.4,000 થી રુ.15,000 સુધીનો ખર્ચ

IV થેરાપીનો ખર્ચ ડ્રિપમાં વપરાતા પોષક તત્વો અને ક્લિનિકના પ્રકાર પર આધાર રાખે છે. અહેવાલો મુજબ:

એક સેશન (Single Session): આશરે રુ.4,000 થી રુ.10,000.
પેકેજ (Three Sessions): રુ.12,000 થી રુ.15,000 સુધીનો ખર્ચ થાય છે.

તબીબી નિષ્ણાતોની સખત ચેતવણી: વગર વિચારે ન લો થેરાપી

સ્થાનિક તબીબી નિષ્ણાતો તબીબી દેખરેખ વગર આ ટ્રેન્ડ અપનાવવા સામે લાલબત્તી ધરી રહ્યા છે. ફેમસ Dermatologist જણાવે છે કે આ સમગ્ર પ્રક્રિયાની મેડિકલ તપાસથવી  જરૂરી છે. IV ડ્રિપ્સ એ માત્ર બ્યુટી ટ્રીટમેન્ટ નથી પરંતુ તબીબી સારવાર છે, જે યોગ્ય બ્લડ ટેસ્ટ અને પરામર્શ પછી જ લેવી જોઈએ. આ ઇન્ફ્યુઝનમાં હાઇ-ડોઝ એન્ટીઑકિસડન્ટ હોય છે. ડૉક્ટરની સલાહ વિના લેવાથી એલર્જી, શરીરમાં ફ્લૂઇડ રિટેન્શન (પ્રવાહી ભરાઈ જવું) કે લીવર પર બિનજરૂરી દબાણ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો : Cardiac Arrestથી નાના પાટેકરનું નિધન, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત..ડોક્ટર પાસેથી જાણો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post