Ear Cleaning Tips : જાણો કાન સાફ કરવાની સલામત અને સરળ રીતો

Ear Cleaning Tips : જાણો કાન સાફ કરવાની સલામત અને સરળ રીતો
Email :

કાનમાં મીણ જમા થવું એ એક અત્યંત કુદરતી પ્રક્રિયા છે. મોટાભાગના લોકો તેને ગંદકી કે હાનિકારક ગણીને તરત જ સાફ કરવા માટે દિવાસળી, હેરપિન કે કોટન બડ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગે છે, જે કાન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હેલ્થલાઇનના એક અહેવાલ મુજબ, કાનનું મીણ ખરેખર તો કાનની નહેરને ધૂળ-માટી અને બેક્ટેરિયાથી બચાવવાનું કામ કરે છે. જોકે, જરૂરિયાત કરતાં વધુ મીણ જમા થાય ત્યારે સાંભળવામાં તકલીફ થઈ શકે છે કે કાનમાં દુખાવો ઉપડી શકે છે. તેથી તેને યોગ્ય અને સાચી પદ્ધતિથી સાફ કરવું જરૂરી છે.

ઘરે કાનનું મીણ સાફ કરવાની સલામત પદ્ધતિઓ

1. બેકિંગ સોડાના દ્રાવણનો ઉપયોગ

કાનમાંથી કડક થઈ ગયેલું મીણ સરળતાથી કાઢવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. અડધી ચમચી બેકિંગ સોડાને આશરે 60 મિલી નવશેકા (હૂંફાળા) પાણીમાં સારી રીતે ઓગાળી લો અને તેને ડ્રોપર બોટલમાં ભરી દો.  માથું એક તરફ નમાવીને કાનમાં 5 થી 10 ટીપાં નાખો. આ દ્રાવણને થોડો સમય કાનમાં રહેવા દીધા પછી સ્વચ્છ પાણીથી કાન સાફ કરી લો. મીણ પૂરતું સાફ ન થાય ત્યાં સુધી દિવસમાં એકવાર આ રીત અપનાવી શકાય.

2. નેચરલ ઓઇલ (તેલ) વડે મીણ નરમ કરવું

મીણ ખૂબ કડક થઈ ગયું હોય તો તેને નરમ કરવા માટે તેલ શ્રેષ્ઠ ઉપાય છે. બેબી ઓઇલ, કોકોનટ ઓઇલ (નાળિયેર તેલ), મિનરલ ઓઇલ અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકાય. તેલને સહેજ નવશેકું ગરમ કરો (કાનમાં નાખતા પહેલાં તાપમાન ચોક્કસ ચકાસી લો). ડ્રોપર વડે કાનમાં 2-3 ટીપાં નાખો અને માથું 5 મિનિટ સુધી નમેલું રાખો જેથી તેલ અંદર સુધી પહોંચીને મીણને નરમ બનાવી શકે. આ પ્રક્રિયા દિવસમાં 1 થી 2 વાર કરી શકાય છે.

ભૂલથી પણ ન અપનાવો આ 3 ખતરનાક રીતો

સોશિયલ મીડિયા પર વાયરલ થતી ઘણી પદ્ધતિઓ કાનના પડદાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તબીબો નીચે મુજબની ભૂલો ન કરવાની ખાસ સલાહ આપે છે. તીક્ષ્ણ અને નાની વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ના કરો. પેનની કેપ, હેરપિન, દિવાસળી કે સેફ્ટી પિન જેવી અણીદાર વસ્તુઓ કાનમાં ક્યારેય ન નાખવી. તેનાથી કાનની ત્વચા છીલાઈ શકે છે અથવા કાનનો પડદો ફાટી શકે છે.

કાનની સફાઈમાં આ બાબતનું રાખો ધ્યાન

મોટાભાગના લોકો કાન સાફ કરવા કોટન બડ્સ વાપરે છે, પરંતુ તે મીણને બહાર કાઢવાને બદલે કાનની નહેરમાં વધુ ઊંડે સુધી ધકેલી દે છે. ઈયર કેન્ડલિંગ (Ear Candling): કાનમાં સળગતી મીણબત્તી જેવી ટ્યુબ રાખવાની આ તકનીક અત્યંત જોખમી છે. તેનાથી ચહેરો અથવા કાન દાઝી જવાનું, કાનમાં મીણ ચોંટી જવાનું કે કાનના પડદામાં છિદ્ર (Perforation) પડવાનું ભારે જોખમ રહેલું છે.

આ પણ વાંચો : Milk Powder Today: સાદુ દૂધ નથી ભાવતું ? તો બનાવી લો આ પ્રિમિક્સ.. દૂધનો સ્વાદ અને પોષણ વધશે

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post