Navratri 2026 : ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા ટિક્કી, નવરાત્રિમાં માણો ફરાળી વાનગીની મોજ

Navratri 2026 : ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા ટિક્કી, નવરાત્રિમાં માણો ફરાળી વાનગીની મોજ
Email :

નવરાત્રિના ઉપવાસ દરમિયાન મોટાભાગના ઘરોમાં ફરાળ તરીકે બટાકા, ફળો કે સાબુદાણાની સામાન્ય વાનગીઓ જ બનાવવામાં આવતી હોય છે. જો તમે પણ દર વખતે એક જ પ્રકારનું ફરાળ ખાઈને કંટાળી ગયા હોવ, તો આ વખતે કંઈક નવું અને ચટાકેદાર અજમાવી જુઓ. ક્રિસ્પી સાબુદાણા ટિક્કી ખાવામાં સ્વાદિષ્ટ અને કુરકુરી તો લાગે જ છે, સાથે પચવામાં પણ હલકી હોય છે. ચાલો જાણીએ કે આ ટેસ્ટી સાબુદાણા ટિક્કી ઘરે કેવી રીતે તૈયાર કરવી.

સાબુદાણા ટિક્કી બનાવવા માટેની જરૂરી સામગ્રી

સાબુદાણા: 500 ગ્રામ
બાફેલા બટાકા: 2 નંગ
શેકેલી મગફળીનો ભૂકો: અડધો કપ
લીલા મરચાં: 2 નંગ (ઝીણા સમારેલા)
લીલા ધાણા: અડધો કપ (સમારેલા)
લાલ મરચું પાવડર: અડધી ચમચી
સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું): સ્વાદ મુજબ
તેલ: તળવા માટે (તિરુપતિ તેલ)

સાબુદાણા ટિક્કી બનાવવાની સરળ રીત

સાબુદાણા પલાળવા અને તૈયારી: સૌપ્રથમ સાબુદાણાને બરાબર ધોઈને ૨ થી ૩ કલાક માટે પાણીમાં પલાળી રાખો. સાબુદાણા બરાબર પલળીને ફૂલી જાય એટલે વધારાનું પાણી નિતારી લેવું. સાથે બટાકાને બાફીને તૈયાર રાખવા.

મિશ્રણ તૈયાર કરવું: એક મોટા વાસણમાં બાફેલા બટાકાને બરાબર મેશ (ચોળી) કરી લો. હવે તેમાં પલાળેલા સાબુદાણા, શેકેલી મગફળીનો ભૂકો, ઝીણા સમારેલા લીલા મરચાં, લીલા ધાણા, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી કણક (લોટ) જેવું મિશ્રણ તૈયાર કરો.

તિરુપતિ તેલમાં ટિક્કી તળવી: તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના-નાના ગોળ ગુલ્લા બનાવીને હાથ વડે ચપટી ટિક્કીનો આકાર આપો. હવે એક પેનમાં તિરુપતિ તેલ ગરમ કરી, ટિક્કીઓને મીડિયમ આંચ પર બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ-ફ્રાય કરી લો. સાબુદાણા ટિક્કી તિરુપતિ તેલમાં તળી જુઓ. સ્વાદ જળવાશે કુરકુરી રહેશે.

આ ટિક્કીને તમે ઉપવાસ દરમિયાન ફરાળી ચટણી, મગફળીની ચટણી કે મોળા દહીં સાથે પીરસી શકો છો.

આ પણ વાંચો : Kitchen Hacks: બજારમાં મળતા મોંઘો મસાલો ખરીવાદનું છોડો, ઘરમાં ઉગાડો જાયફળ અને જાવંત્રી

Leave a Reply

Related Post