Cardiac Arrestથી નાના પાટેકરનું નિધન, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત..ડોક્ટર પાસેથી જાણો:

Cardiac Arrestથી નાના પાટેકરનું નિધન, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું તફાવત..ડોક્ટર પાસેથી જાણો
Email :

બોલીવુડના પીઢ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષે નિધન થયું. સવારથી આ સમાચાર સામે આવ્યા બાદ દેશમાં શોકની મોજું ફરી વળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડ સેલેબ્સ અને ક્રિકેટ જગતના અનેક ક્રિકેટરોએ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ પાઠવી. અહેવાલો અનુસાર ગોવામાં મધ્યરાત્રિએ અચાનક નાના પાટેકરને હાર્ટમાં દુખાવો ઉપડયો. જેના કારણે તેમને ત્યાંની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. પરંતુ સારવાર દરમિયાન આજે 8 ઓક્ટોબરની સવારે 5.30 વાગ્યે દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરના જણાવ્યા મુજબ હાલમાં, કાર્ડિયાક અરેસ્ટને મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું છે.

હાર્ટએટેક જ 'કાર્ડિયાક અરેસ્ટ', સામાન્ય લોકોની માન્યતા

ફક્ત નાના પાટેકર જ નહીં આજકાલ સામાન્ય લોકો પણ કાર્ડિયાક અરેસ્ટના શિકાર થયા છે. એવુ કહેવાય છે કે કાર્ડિયાક અરેસ્ટમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ બચી શકે છે. જો કે સામાન્ય રીતે લોકો 'હાર્ટ એટેક' (Heart Attack) અને 'કાર્ડિયાક અરેસ્ટ' (Cardiac Arrest) બંનેને એક જ સ્થિતિ માનવાની ભૂલ કરતા હોય છે. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર આ બંને હૃદય સંબંધિત સંપૂર્ણપણે અલગ-અલગ સ્થિતિઓ છે. હાર્ટ એટેક એ હૃદયના રક્ત પરિભ્રમણ (Plumbing) સાથે જોડાયેલી સમસ્યા છે, જ્યારે કાર્ડિયાક અરેસ્ટ એ હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ (Electrical Systems) સાથે જોડાયેલી કટોકટી છે. આ બંને વચ્ચેનો તફાવત, તેમના લક્ષણો અને તાત્કાલિક પગલાં જાણવા અત્યંત જરૂરી છે.

હાર્ટ એટેક શું છે? (Heart Attack)

હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયના કોઈ ભાગ સુધી લોહી પહોંચાડતી ધમની (Artery) બ્લોક થઈ જાય છે. જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન અને રક્ત પુરવઠો મળતો નથી, ત્યારે તે ભાગ ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.

મુખ્ય કારણો: ધમનીઓમાં કોલેસ્ટ્રોલ અને પ્લેક (Plaque) જમા થવું.

લક્ષણો: છાતીમાં અસહ્ય દુખાવો, ભારેપણું કે બળતરા થવી, ડાબા હાથ, જડબા કે પીઠમાં દુખાવો ફેલાવો, ખૂબ પરસેવો થવો, ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ થવી.

સ્થિતિ: હાર્ટ એટેકમાં દર્દીનું હૃદય ધબકતું રહે છે અને વ્યક્તિ સામાન્ય રીતે હોશમાં હોય છે.

કાર્ડિયાક અરેસ્ટ શું છે? (Sudden Cardiac Arrest)

કાર્ડિયાક અરેસ્ટ એ અત્યંત ગંભીર અને તાત્કાલિક સ્થિતિ છે, જેમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. જ્યારે હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગડબડ થાય છે, ત્યારે હૃદય અનિયમિત રીતે ધબકવા લાગે છે અને અચાનક પમ્પિંગ બંધ કરી દે છે.

મુખ્ય કારણો: હૃદયના ધબકારા અનિયમિત થવા (Arrhythmia), પહેલા આવેલો ગંભીર હાર્ટ એટેક કે હૃદયની નબળાઈ.

લક્ષણો: દર્દી અચાનક બેભાન થઈને ઢળી પડે છે, નાડીના ધબકારા બંધ થઈ જાય છે અને શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે.

સ્થિતિ: આમાં મગજ અને બાકીના અંગો સુધી લોહીનો પુરવઠો તરત જ અટકી જાય છે.

બંને વચ્ચેનો મુખ્ય તફાવત અને પ્રાથમિક સારવાર

હાર્ટ એટેક એ રક્ત પરિભ્રમણની સમસ્યા છે જેમાં હૃદય ધબકતું રહે છે, જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક ધબકવાનું જ બંધ કરી દે છે. જો સમયસર સારવાર ન મળે તો હાર્ટ એટેક વધીને કાર્ડિયાક અરેસ્ટમાં ફેરવાઈ શકે છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ આવે, ત્યારે તુરંત જ CPR (Cardiopulmonary Resuscitation) આપવું અને હોસ્પિટલ પહોંચાડવું જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે. જ્યારે હાર્ટ એટેકના લક્ષણો દેખાય ત્યારે દર્દીને શાંત રાખીને વિલંબ કર્યા વગર ઈમરજન્સી મેડિકલ હેલ્પ લેવી જોઈએ.

આ પણ વાંચો : Fatty Liver Problem: : શું બટાકા ફેટી લીવર માટે નુકસાનકારક છે?

Leave a Reply

Related Post