Bangladesh Beggar: 21 પત્નીઓ સાથે રહેતા મોરું મિયાંની અટપટી કહાની, રોજ વારાફરતી એક પત્નીને…, Video

Bangladesh Beggar: 21 પત્નીઓ સાથે રહેતા મોરું મિયાંની અટપટી કહાની, રોજ વારાફરતી એક પત્નીને…, Video
Email :

બાંગ્લાદેશમાંથી એક અત્યંત અનોખો અને ચોંકાવનારો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા એક ૩૫ વર્ષીય શખ્સ મોરુ મિયાંની ૨૧ પત્નીઓ છે. પ્રથમ નજરે આ વાત કોઈ ફિલ્મી વાર્તા કે મજાક લાગે, પરંતુ મોરુ મિયાંએ પોતે મીડિયા સામે આ વાતનો ખુલાસો કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

"મેં ક્યારેય લગ્નનો પ્રસ્તાવ નથી મૂક્યો, મહિલાઓ સામેથી આવી"

સામાન્ય રીતે લોકો લગ્ન કરતા પહેલાં અનેક બાબતોનો વિચાર કરે છે, પરંતુ મોરુ મિયાંના કિસ્સામાં કહાની સાવ અલગ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી બધી મહિલાઓ તેમના તરફ કેમ આકર્ષાય છે, ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે ક્યારેય સામે ચાલીને લગ્નની વાત નથી કરી. તેમની પાસે મહિલાઓ સામેથી લગ્નનો પ્રસ્તાવ લઈને આવતી હતી. તેમણે ઉમેર્યું કે ઘણી મહિલાઓ તેમના કરતાં ઉંમરમાં મોટી પણ હતી, પરંતુ કોઈનું દિલ ન દુભાય અને સમાજ શું કહેશે તે ડરથી તેમણે કોઈને ના પાડી નહોતી.

?

દરરોજ એક પત્નીને સાથે રાખીને માંગે છે ભીખ

21 પત્નીઓ હોવા છતાં મોરુ મિયાંનું જીવન અત્યંત સાધારણ છે. તેઓ એક નાની ઝૂંપડીમાં રહે છે અને તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત ભીખ માંગવાનો છે. અહેવાલો મુજબ, મોરુનો એક ખાસ નિયમ છે: તેઓ રોજેરોજ વારાફરતી પોતાની એક પત્નીને ભીખ માંગવા માટે સાથે લઈ જાય છે અને તમામ પત્નીઓ આ કામમાં તેમને મદદ કરે છે.

પત્નીઓના નામ પૂછતાં જ મોરુ મિયાં અટવાયા

જ્યારે પત્રકારોએ મોરુ મિયાંને તેમની 21 પત્નીઓના નામ પૂછ્યા, ત્યારે તેઓ તમામ નામો યાદ કરી શક્યા નહોતા. તેમને માત્ર શીલા, નરગીસ, સેલેના, આલિયા, તારા, જ્યોત્સના, રાબિયા અને પારુલ જેવાં જ કેટલાંક નામ યાદ રહ્યા હતા. તેમણે પોતે સ્વીકાર્યું હતું કે આટલી બધી પત્નીઓ હોવાને કારણે બધાં નામ યાદ રાખવાં તેમના માટે મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ અને મિશ્ર પ્રતિક્રિયાઓ

આ અનોખી વાર્તા વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ મજાક ઉડાવતાં કહી રહ્યા છે કે મોરુ મિયાંની વાતચીત કરવાની કળા પર સંશોધન થવું જોઈએ, તો વળી કેટલાક યુઝર્સનું માનવું છે કે કદાચ તેમણે સમાજ દ્વારા ત્યજી દેવાયેલી મહિલાઓને આશરો અને નામ આપવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો : Tea લવર્સ સાવધાન! દરરોજ ગરમા ગરમ ચા પીવાનો શોખ કેન્સરના ખતરાની ઘંટી

Leave a Reply

Related Post