Healthy Diet Tips: વજન ધટાડવાથી લઈને હેલ્ધી સ્વાસ્થ્યની છે ચાવી, જાણો જમવાના 3 નિયમો

Healthy Diet Tips: વજન ધટાડવાથી લઈને હેલ્ધી સ્વાસ્થ્યની છે ચાવી, જાણો જમવાના 3 નિયમો
Email :

હેલ્ધી ડાયેટ માટે આપણે હંમેશા શું ખાવું જોઈએ તેના પર ધ્યાન આપીએ છીએ, પરંતુ ખોરાક કેવી રીતે અને કઈ રીતે ખાવો તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર ઉતાવળમાં જમવાથી કે બરાબર ચાવ્યા વગર ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. પોષણશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આપણી દૈનિક ખાવાની આદતોમાં થોડો ફેરફાર કરીને આરોગ્યમાં મોટો સુધારો લાવી શકાય છે. આ માટે જમતી વખતે 3 સરળ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

1. પેટ સંપૂર્ણ ભરાઈ જાય ત્યાં સુધી ન ખાઓ

ઘણીવાર ખોરાક સ્વાદિષ્ટ હોય ત્યારે આપણે ભૂખ કરતાં વધુ ખાઈ લઈએ છીએ. ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ સલાહ આપે છે કે પેટ આખું ભરાય ત્યાં સુધી ખાવાને બદલે જ્યારે આરામદાયક અનુભવ થાય અને ભૂખ સંતોષાઈ જાય ત્યારે જ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તમારા શરીરના સંકેતોને ઓળખીને યોગ્ય માત્રામાં જ ખોરાક લેવો જોઈએ.

2. ખોરાક શાંતિથી અને બરાબર ચાવીને ખાઓ

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો ટીવી, મોબાઈલ જોતાં કે કામ કરતી વખતે ઉતાવળમાં જમી લે છે. ખોરાકને સારી રીતે ચાવવાથી તે નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, જેનાથી પેટને પચાવવામાં સરળતા રહે છે. ઝડપથી ખાવાથી પેટમાં હવા ભરાય છે, જે ગેસ અને એસિડિટીનું કારણ બને છે. તેથી જમતી વખતે ફોન બાજુ પર રાખીને દરેક ડંખને શાંતિથી ચાવવો જોઈએ.

3. આહારમાં તમામ 6 સ્વાદોનો સમાવેશ કરો

આપણે સામાન્ય રીતે માત્ર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ પર જ ધ્યાન આપીએ છીએ, પરંતુ ભારતીય ભોજનમાં 6 પ્રકારના સ્વાદ (મીઠો, ખાટો, ખારો, કડવો, તીખો અને કષાય/મસાલેદાર) દર્શાવવામાં આવ્યા છે. રોજિંદા ખોરાકમાં ગોળ, લીંબુ, મીઠું, મેથી, મરચું અને દાળ જેવી વસ્તુઓ ઉમેરીને આ છ સ્વાદોનું સંતુલન જાળવવું જોઈએ.

ધીમે ધીમે ખાવાના ફાયદા

અતિશય ઝડપથી ખાવાથી હેલ્થને નુકસાન થાય છે. પોષણશાસ્ત્રી કહે છે કે ઝડપી ખાવાથી શરીરમાં ફેટ વધે છે. એટલે જ ધીમે ધીમે ખાવું જોઈએ. શાંતિથી ખાવાથી મગજને પેટ ભરાઈ ગયાનો સંકેત મળે છે, જેનાથી ઓવરઈટીંગ (વધારે પડતું ખાવાનું) અટકે છે. પાચનમાં સુધારો: ખોરાક બરાબર ચાવવાથી ગેસ, પેટનું ફૂલવું અને હાર્ટબર્ન (છાતીમાં બળતરા) જેવી સમસ્યાઓ થતી નથી. જમવાનો યોગ્ય સમય: સામાન્ય રીતે ભોજન પૂરું કરવા માટે 15 થી 20 મિનિટનો સમય આદર્શ માનવામાં આવે છે. ઉતાવળ કર્યા વગર શાંત વાતાવરણમાં ભોજન લેવું જોઈએ.

આ પણ વાંચો : DIY Room Freshener: ઘરે બનાવો નેચરલ રૂમ ફ્રેશનર, તહેવારમાં ઘરનો ખૂણે-ખૂણો સુગંધથી મહેંકશે

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post